શું AAPના સાંસદ સ્વાતિ માલિવાલની જતી રહેશે રાજ્યસભાની સભ્યતા?શું કહે છે નિયમ

PC: freepressjournal.in

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) આ સમયે પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે કેમ કે તેના 2 મંત્રી જેલમાં છે, જ્યારે તેઓ પોતે અને સંજય સિંહ અત્યારે જ જેલથી બહાર આવ્યા છે. આ સમયે પાર્ટીના રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલિવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવકુમાર પર મારામારીના ગંભીર આરોપ લગવ્યા છે. કેજરીવાલના સહયોગી બિભવકુમારે કથિત રુપે સ્વાતિ માલિવાલને ઘણી વખત લાત મારવા સાથે થપ્પડ પણ મારી હતા અને માલિવાલની મદદ માટે બૂમો પાડવા પર પણ તે ન રોકાયો.

દિલ્હી પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આ જાણકારી આપવામાં આવી છે. આ આખા વિવાદ વચ્ચે AAP બિભવકુમારના પક્ષમાં ઉભી છે. એવામાં સવાલ ઉભો થાય છે કે શું સ્વાતિ માલિવાલની રાજ્યસભાની સભ્યતા જતી રહેશે?  આ સવાલનો એક શબ્દમાં જ જવાબ છે ‘નહીં’. સ્વાતિ માલિવાલની લડાઇની અસર તેમની રાજ્યસભાની સભ્યતા પર નહી પડે. 

શું કહે છે નિયમ?

ભારતીય સંવિધાનની 10મી અનુસૂચિના નિયમો મુજબ, એક સાંસદને માત્ર 2 જ પરિસ્થિતિમાં અયોગ્ય ઠેરવી શકાય છે. પહેલી પરિસ્થિતિ એ છે કે તે સાંસદ સ્વેચ્છાથી રાજીનામુ આપી દે કે પછી કોઇ સાંસદ પાર્ટીના નિર્દેશો વિરુધ વોટ કરે કે મત વિભાજન (મતદાન) દરમિયાન ગેરહાજર રહે છે તો પણ તેને અયોગ્ય ઠેરવી શકાય છે. તેનો અર્થ છે કે ભલે AAP માલિવાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દે છતા પણ તેઓ પાર્ટીના સભ્ય બન્યા રહેશે.

જો કે, સદનમાં વોટિંગ દરમિયાન તેમણે AAPના દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે, પરંતુ જો AAP કાઢી દે છે તો તેઓ પોતાની જાતે રાજ્યસભના સ્વતંત્ર સાંસદ બની જશે. જાણકારો મુજબ, તેઓ કોઇ પણ પાર્ટીના નિર્દેશો સાથે બંધાયેલા નહી રહે. ભારતીય સંવિધાનની 10મી અનુસૂચિ જેને લોકપ્રિય રુપે પક્ષ પલટા વિરોધી કાયદો કહેવામાં આવે છે. તેને વર્ષ 1985મા 52મા સંવિધાન સંશોધન દ્વારા લાવવામાં આવ્યો છે. એ હેઠળ સાંસદોની અયોગ્યતા સાથે જોડાયેલા તમામ પહેલું આવે છે. અત્યાર સુધી એવા કોઇ સંકેત મળ્યા નથી, જેનાથી એવું લાગે કે AAP પોતાના સાંસદને સસ્પેન્ડ કરશે કે તેમની વિરુદ્વ કાર્યવાહી કરશે.

સ્વાતિ માલિવાલ ઉચ્ચ સદનમાં કેજરીવાલની પાર્ટીના સૌથી નવા સાંસદ છે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં જ શપથ લીધા હતા. પરંતુ જો AAP અને માલિવાલ વચ્ચે સંબંધ બગડે છે તો તેના પરિણામ સ્વરુપ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તો પણ માલિવાલ પોતાના બાકી કાર્યકાળ દરમિયાન કોઇ અન્ય પાર્ટીમાં સામેલ નહી થઈ શકે. તેના માટે તેમણે પહેલા સાંસદીમાંથી રાજીનામુ આપવું પડશે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના રાજ્યસભના સભ્ય રીતા બ્રજ બેનર્જીને હાલમા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એક સ્વતંત્ર સાંસદ બન્યા રહ્યા.

શું છે સ્વાતિ માલિવાલ બિભવકુમાર વિવાદ?

લોકસભાની ચૂંટણી માટે દિલ્હીમાં મતદાન અગાઉ માલિવાલ એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. દિલ્હી મહિલા આયોગના પૂર્વ પ્રમુખે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવકુમાર પર મુખ્યમંત્રી આવાસ પર તેમની સાથે મારામારી કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. સ્વાતિ માલિવાલની એક ફરિયાદ બાદ ગુરુવારે સિવિલ લાઇન્સ પોલિસ સ્ટેશનમાં બિભવકુમાર વિરુદ્વ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેના પર કથિત હુમલાના સંબંધની ફરિયાદમાં માલિવાલે એવો પણ દાવો કર્યો કે, બિભવકુમારે તેમને પૂરી તાકતથી વારંવાર મારી, પરંતુ કોઇ પણ તેને બચાવવા ન આવ્યું. તેમણે કુમારને અહી સુધી કહ્યું કે, તેને માસિક આવી રહ્યું છે, જેના કારણે ખૂબ દુ:ખાવો છે, પરંતુ એ છતા તે ન રોકાયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp