શું ભાજપના હાથમાંથી મહારાષ્ટ્રની સત્તા સરકી રહી છે?

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રમાં સત્તાના આખા સમીકરણ બદલી નાંખ્યા છે. હવે 2024ના ઓક્ટોબર મહિનામાં જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જાણકારોનું માનવું છે કે ભાજપ નીતી નહીં સુધારે તો મહારાષ્ટ્રની સત્તા ભાજપના હાથમાંથી સરકી શકે છે.

લોકસભાના પરિણામો પછી ઇન્ડિયા ગંઠબંધન ફોર્મમાં આવી ગયું છે અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. 10 જૂને અજિત પવારે નિવેદન આપ્યું હતું કે અમને કેન્દ્રમાં કેબિનેટથી ઓછું કશું સ્વીકાર્ય નથી તો શિંદે ગ્રુપના નેતા શ્રીરંગ જારણેએ કહ્યુ હતુ કે અમને કેબિનેટ ઉપરાંત રાજ્ય કક્ષાનું મંત્રી પદ પણ આપવું જોઇતું હતું. આ નિવેદનોને કારણે સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનમાં બરાબર ચાલી રહ્યું નથી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે અને બહુમત માટે 145ની જરૂર હોય છે, પરંતુ ભાજપ માટે મુશ્કેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp