મહારાષ્ટ્રમાં ફરી નવા જૂની થવાના એંધાણ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર નવા જૂની થવાના એંધાણ મળી રહ્યા છે. 2 વર્ષ પહેલાં એકનાથ શિંદેએ બળવો કરેલો અને શિવસેનામાં ભંગાણ પાડી દીધું હતું, પરતું લોકસભા 2024ની ચૂંટણી પછી ચિત્ર બદલાયું છે અને હવે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ ગેલમાં આવી ગયું છે.

સૂત્રો જણાવી રહ્યા છે કે હવે એકનાથ શિંદેની શિવસેનામાં બધુ બરાબર નથી ચાલી રહ્યું, મહારાષ્ટ્રમાં વધુ એક રાજકીય વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો દાવો છે કે શિંદેની પાર્ટીના 5થી 6 ધારાસભ્યો તેમની સાથે સંપર્કમાં છે. ટૂંક સમયમાં જ ઉદ્ધવ ઠાકરે આ અંગે નિર્ણય લેશે ધારાસભ્યો ફરી ઉદ્ધવની શિવસેનામાં વાપસી કરી શકે છે. NCP શરદ એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે કે અજિત પવારની પાર્ટીના 15થી વધુ ધારાસભ્યો તેમના સંપર્કમા છે અને શરદ પવાર સાથે ફરી જોડાવવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp