કેમ મોહન યાદવને CM બનાવવાનું કોંગ્રેસને પસંદ ન આવ્યું? શું બતાવ્યું કારણ

PC: mpcg.ndtv.in

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોહન યાદવને નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ભાજપે મોહન યાદવને ખુરશી સોંપીને લોકસભાની ચૂંટણી અગાઉ OBC કાર્ડ પર દાવ ચાલ્યો છે. ભાજપે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ જાતિગત સર્વે અને OBC સમુદાયની શાસન પ્રશાસનમાં ભાગીદારીના મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવી રહી છે. જો કે, મોહન યાદવનું મુખ્યમંત્રી બનવાનું કોંગ્રેસને પસંદ આવ્યું નથી. ધારાસભ્ય દળના નેતા તરીકેની પસંદગી બાદ મોહન યાદવ પર કોંગ્રેસે પહેલો વાર કર્યો છે અને તેમના પર ઘણા ગંભીર આરોપ હોવાની વાત કહી છે.

એક તરફ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે મોહન યાદવ સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છા પાઠવી છે તો બીજી તરફ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયાના માધ્યમથી નવા મુખ્યમંત્રી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, ‘ચૂંટણી પરિણામના 8 દિવસ બાદ ભાજપે મુખ્યમંત્રી પસંદ કર્યા, તે પણ એક એવા વ્યક્તિને જેના પર ઉજ્જૈન માસ્ટરપ્લાનમાં મોટા પ્રમાણમાં હેરાફેરી કરવા સહિત કેટલાક ગંભીર આરોપ છે.

જયરામ રમેશે એક અખબારનો રિપોર્ટ શેર કરતા લખ્યું કે, ‘સિંહસ્થ માટે રિઝર્વ 872 એકર જમીનોમાંથી તેમની જમીનની લેન્ડ યુઝ બદલીને અલગ કરવામાં આવી. તેમના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે, જેમાં તેઓ ગાળો આપે છે, ધમકી આપે છે અને આપત્તિજનક નિવેદન આપતા દેખાઈ રહ્યા છે. શું આ છે મધ્ય પ્રદેશ માટે ‘મોદીની ગેરંટી?’ ઉલ્લેખનીય છે કે, શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર જેવા લગભગ અડધો ડઝન નેતાઓના નામો પર અટકળો વચ્ચે સોમવારે સાંજે ધારાસભ્ય દળની બેઠકથી મોહન યાદવનું નામ સામે આવ્યું તો બધા ચોંકી ગયા.

ઉજ્જૈન દક્ષિણથી ત્રીજી વખતના ધારાસભ્ય અને શિવરાજ સિંહ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી રહેલા મોહન યાદવના માધ્યમથી ભાજપે OBC વૉટર્સને સાધવાનો પ્રયાસ કર્યો છે, જેની રાજ્યમાં હિસ્સેદારી લગભગ 48 ટકા છે. RSS સાથે લાંબા સમયથી જોડાયેલા મોહન યાદવ પહેલી વખત વર્ષ 2013માં ધારાસભ્ય બન્યા હતા અને પછી વર્ષ 2018 અને હવે વર્ષ 2023માં તેમણે જીત હાંસલ કરી. તેમણે પોતાના રાજનીતિક કરિયરની શરૂઆત વિદ્યાર્થી સંઘ ABVPથી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp