26th January selfie contest

શું વરૂણ ગાંધી ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડવાની તૈયારી કરી રહ્યા છે?

PC: facebook.com/varungandhi80

ભાજપના સાંસદ વરુણ ગાંધીના તાજેતરના નિવેદનોએ નવી અટકળોને વેગ આપ્યો છે. વાસ્તવમાં, વરુણ ગાંધીએ ભૂતકાળમાં જે રીતે તેમની જ પાર્ટીની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી છે તે પછી લોકો આશ્ચર્યચકિત છે. આ સાથે જ અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે શું તેઓ કોંગ્રેસમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ?ભાજપ પ્રત્યે તેમનો મોહભંગ વારંવાર નજરે પડી રહ્યો છે. છેલ્લાં 2 વર્ષથી જે પ્રમાણે અખબારોમાં તેમના લેખ પ્રકાશિત થઇ રહ્યા છે અને ગયા મહિને એક જાહેર સભામાં તેમનું સંબોધન હતપ્રભ કરનારું હતું.

આ જાહેર સભામાં વરુણ ગાંધીએ કહ્યું હતું કે ન તો હું નેહરુજીની વિરુદ્ધ છું અને ન તો હું કોંગ્રેસની વિરુદ્ધ છું. આપણી રાજનીતિ દેશને આગળ લઈ જવાની હોવી જોઈએ, ગ્રહ યુદ્ધ બનાવવાની નહીં. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માંગે છે, તેમને આપણે પૂછવું જોઈએ કે રોજગાર, શિક્ષણ, મેડિકલની શું હાલત છે.

 વરૂણ ગાંધીએ કહ્યુ હતું કે,આપણે એવી રાજનીતિ ન કરવી જોઈએ જે લોકોને ઉશ્કેરવામાં કે તેમને દબાવવામાં માનતી હોય. આપણે એવી રાજનીતિ કરવી જોઈએ જેનાથી લોકોનો ઉત્કર્ષ થાય.

વરુણ ગાંધીના ભાષણે સંકેત આપ્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સત્તાધારી ભાજપ અને પક્ષના ટોચના નેતૃત્વની નીતિઓની ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં, વરુણના અસંતોષના પ્રથમ સંકેતો તેની માતા મેનકા ગાંધીને 2019 માં નરેન્દ્ર મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા ન હતા તે પછી સપાટી પર આવ્યા હતા.જ્યારે તેમને અધિકારોથી વંચિત કરી દેવાયા હતા.

જો કે, પહેલા વરુણ ગાંધીની ટીકાઓ એટલી તીક્ષ્ણ ન હતી જેટલી હવે છે. તેથી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે લાંબા સમયથી તેની માતા દ્વારા સિંચાયેલી પાર્ટીમાંથી બહાર નીકળવાનું આયોજન કરી રહ્યા હતો. ભારતના પ્રથમ રાજકીય પરિવાર તરીકે ઓળખાતા ગાંધી પરિવારમાંથી આવતા હોવા છતાં, મેનકા ભાજપમાં જોડાયા હતા. મેનકાના લગ્ન સંજય ગાંધી સાથે થયા હતા, જેમનું 1980માં હવાઈ દુર્ઘટનામાં અકાળે અવસાન થયું હતું.

 મેનકા ગાંધી તેમના સાસુ ઈન્દિરા ગાંધી સાથેના અણબનાવોને કારણે અનેક વખત ચર્ચામાં રહ્યા હતા.તેથી પરંપરાગત ગાંધીની છત્રછાયાની બહાર ઉછરેલા વરુણ ગાંધી માટે ભાજપ અને તેની નીતિઓને સ્વીકારવી તે તદ્દન સ્વાભાવિક હતું. આટલું જ નહીં, જ્યારે તેમના પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લાગ્યો ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું નહીં. જોકે બાદમાં તેને ક્લીનચીટ મળી હતી.

બીજી તરફ વરુણ ગાંધીના તાજેતરના ભાષણે રાજકીય વિશ્લેષકોને વિશ્વાસ અપાવ્યો છે કે વરુણ હવે તેના રાજકીય ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય લેવા તરફ આગળ વધી શકે છે. જો કે, એવા ઘણા પ્રાદેશિક પક્ષો છે જેઓ વરુણને તેમની પાર્ટીમાં સામેલ કરવા તૈયાર હતા, જેમની પાસે ગાંધી ટેગ છે અને તેઓ એક આક્રમક નેતા તરીકે ઓળખાય છે. તેમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અથવા અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP)નો સમાવેશ થાય છે.

 જો વરણ ગાંધી કોંગ્રેસ તરફ રૂખ કરે છે તો તેમનું પાર્ટીમાં સ્થાન શું હશે તે રાહુલ અને સોનિયા ગાંધીના નિર્ણય પર નિર્ભર કરશે. જોકે વરુણ ગાંધીની પિતરાઈ બહેન પ્રિયંકા ગાંધી તેમના પ્રત્યે ખૂબ જ ઉદાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ કોંગ્રેસમાં વરુણની એન્ટ્રી પર રાહુલ અને સોનિયા ગાંધીની આખરી મહોર લાગે તે પણ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp