કોંગ્રેસની જાહેરાત, INDIA ગઠબંધન જીતશે તો આટલા દિવસમાં PM જાહેર કરશે

PC: businesstoday.in

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, લોકસભા 2024ની ચૂંટણીમાં જો INDIA ગઠબંધન જીતશે તો 48 કલાકની અંદર પ્રધાનમંત્રી તરીકેનું નામ જાહેર કરી દેવામાં આવશે. રમેશે 272 કરતા વધારે બેઠકો મેળવવાનો પણ દાવો કર્યો હતો.

જયરામ રમેશે કહ્યું કે, જે પક્ષની વધારી સીટ આવશે તેમાંથી PM પદના ઉમેદવારીની દાવેદારી થશે. આ વખતની ચૂંટણીમાં અમને રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં મોટી આશા છે એમ રમેશે કહ્યું હતું.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 2004ની જેમ 2004માં પણ અમારી સરકાર બનશે. 2004માં 13 જૂને પરિણામ જાહેર થયા હતા અને 17 જૂને પ્રધાનમંત્રી તરીકે ડો. મનમોહન સિંહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વખતે 2 જ દિવસમાં PMનું નામ જાહેર કરી દેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp