ઉપ રાષ્ટ્રપતિના મીમિક્રી અપમાનને ભાજપ જાટ સમુદાય સાથે કેમ જોડી રહી છે?

PC: twitter.com

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડના મીમિક્રીનો મુદ્દો અત્યારે દેશભરમાં છવાયેલો છે. ત્યારે ધનખડના અપમાનને ભાજપ જાટ સમુદાય સાથે કેમ જોડી રહ્યો છે? તે એક સવાલ છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ઉપ રાષ્ટ્રપતિ પોતે જાટ સમાજમાંથી આવે છે. જાટ સમુદાયનું 4 રાજ્યોની 40 લોકસભા બેઠકો અને 160 વિધાનસભા બેઠકો પર ભારે વર્ચસ્વ છે.

હરિયાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. હરિયાણામાં જાટ સમાજની 27 ટકા વસ્તી છે અને 90 સીટમાંથી 37 બેઠકો પર જાટ સમાજનો પ્રભાવ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 12 લોકસભા અને 40 વિધાનસભા બેઠકો પર જાટનો પ્રભાવ છે. રાજસ્થાનાં પણ જાટની 20 ટકા વસ્તી છે. દિલ્હીમાં 3 ટકા જાટની વસ્તી છે.

આ બધા સમીકરણો જોતા ભાજપ ઉપ રાષ્ટ્રપતિના અપમાનના મુદ્દાને જાટ સમાજ સાથે  જોડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp