કેન્દ્રીયમંત્રીએ કહ્યુ-કાંવડ યાત્રી જાતિ ધર્મની ઓળખ કરી કોઈની સેવા નથી લેતો...

PC: twitter.com

ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રા માર્ગ પર દુકાનદારોને ફરજિયાત પોતાના નામ લખવાના આદેશનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. આમાં ભાજપની સહયોગી પાર્ટીઓ પણ પાછળ નથી. JDU, LJP બાદ હવે રાષ્ટ્રીય લોકદળ (RLD)એ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. RLDના પ્રમુખ અને કેદ્રીયમંત્રી જયંત ચૌધરીએ કહ્યું હતું કે, કાંવડ યાત્રી જાતિ ધર્મની ઓળખ કરીને કોઈની સેવા નથી લેતો, આ મુદ્દાને ધર્મ સાથે જોડવો ન જોઈએ. ભાજપને વધુ સમજીને નિર્ણય નથી લીધો. બસ આ નિર્ણય લઈ લીધો હવે તેના પર ટકેલી છે સરકાર. અત્યારે પણ સમય છે સરકારે નિર્ણય પાછો લેવો જોઈએ. હવે ક્યા-ક્યા લખવું પોતાનું નામ, શું તમે કૂર્તા પર પણ નામ લખાવશો કે એ જોઈને હાથ મળાવશો મને?

'જો રામદેવને ઓળખ જાહેર કરવામાં વાંધો નથી, તો રહેમાનને શા માટે?' યોગ ગુરુએ કહ્યું

ઉત્તર પ્રદેશની CM યોગી આદિત્યનાથ સરકારે શુક્રવારે કાવડ યાત્રાળુઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે રાજ્યભરમાં કાવડ યાત્રાના માર્ગો પર આવતી તમામ ફળોની દુકાનો, ખાણીપીણી અને રેસ્ટોરાંના માલિકોને 'નેમ પ્લેટ' લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. વિરોધ પક્ષોએ તેને BJPની સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજનીતિ ગણાવી છે. જ્યારે, BJPનું કહેવું છે કે, હિંદુઓને પણ અન્ય ધર્મના લોકોની જેમ તેમની આસ્થાની પવિત્રતા જાળવવાનો અધિકાર છે. હવે આ મામલે યોગ ગુરુ બાબા રામદેવની પ્રતિક્રિયા સામે આવી છે.

બાબા રામદેવે કહ્યું છે કે, 'જો રામદેવને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી તો રહેમાનને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા કેમ છે? દરેક વ્યક્તિ તેમના નામ પર ગર્વ અનુભવે છે. નામ છુપાવવાની જરૂર નથી, કામમાં શુદ્ધતા જ જોઈએ. અહીં આપને જણાવી દઈએ કે, UP સરકારની આ પહેલ પછી ઉત્તરાખંડે પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે કાવડ યાત્રા રૂટ પર આવતી ફળોની દુકાનો અને ખાણીપીણીની દુકાનો પર માલિકની નેમ પ્લેટ લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે.

UP સરકારે તેના આદેશમાં એમ પણ કહ્યું છે કે, હલાલ પ્રમાણપત્ર વિના ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે ઉત્તરાખંડ પોલીસે નેમપ્લેટ લગાવવા સંબંધિત નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ નિર્ણય સૌપ્રથમ મુઝફ્ફરનગરમાં લેવામાં આવ્યો હતો, જ્યાં જિલ્લા પોલીસે કાવડ યાત્રા રૂટ પર આવતી તમામ ફળોની દુકાનો અને ખાણીપીણીની દુકાનોને તેમના માલિકનું નામ પ્રદર્શિત કરવા માટે સૂચનાઓ બહાર પાડી હતી જેથી કોઈ 'ગૂંચવણ' ટાળી શકાય.

જો કે, વિરોધ પક્ષોએ આ પગલાને રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજિત અને 'મુસ્લિમ' દુકાનદારોને નિશાન બનાવવાના પગલાને 'કટ્ટરતા' ગણાવ્યું હતું. આ પછી, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી દુકાનો, રેસ્ટોરન્ટ્સ વગેરે પર તેમના માલિકોના નામ પ્રદર્શિત કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું, 'આવા આદેશો સામાજિક અપરાધ છે. સરકાર શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવા માંગે છે.'

યુપીના પૂર્વ CM અને BSP સુપ્રીમો માયાવતીએ પણ રાજ્ય સરકારના આ પગલાની ટીકા કરી અને તેને ગેરબંધારણીય ગણાવ્યું. તેમણે કહ્યું કે, UP સરકારે કાવડ યાત્રા રૂટ પરના દુકાન માલિકોને ચૂંટણીલક્ષી લાભો માટે તેમના પૂરા નામ દર્શાવવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસના UP એકમના વડા અજય રાયે આ નિર્ણયની નિંદા કરી અને કહ્યું કે, BJPની આગેવાની હેઠળની સરકાર લોકો વચ્ચે અંતર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આ નિર્ણયને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

આ દરમિયાન UPના મંત્રી કપિલ દેવ અગ્રવાલે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક મુસ્લિમ દુકાનદારો હિંદુ નામની આડમાં તીર્થયાત્રીઓને નોનવેજ ફૂડ આઈટમ વેચે છે. તેણે કહ્યું, 'તેઓ વૈષ્ણો ધાબા ભંડાર, શાકુંભરી દેવી ભોજનાલય અને શુદ્ધ ભોજનાલય જેવા નામ લખે છે અને માંસાહારી ખોરાક વેચે છે.' BJPના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમે કહ્યું કે, જે વિસ્તારમાં આદેશ આપવામાં આવ્યો છે ત્યાં રહેતા મુસ્લિમોને તેનાથી કોઈ સમસ્યા નથી. તેમણે આરોપ લગાવ્યો કે, કેટલાક લોકો આ મામલાને બિનજરૂરી રીતે રાજનીતિ કરી રહ્યા છે. UP પોલીસે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, આ આદેશનો હેતુ કોઈ પણ પ્રકારનો 'ધાર્મિક ભેદભાવ' ઉભો કરવાનો નથી, પરંતુ માત્ર શિવભક્તોને સુવિધા આપવાનો છે. 22મી જુલાઈ સોમવારથી કાવડ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp