INDIAને વધુ એક મોટો ઝટકો, BJP સાથે જઇ શકે છે આ પાર્ટી 4 સીટની ઓફરની ચર્ચા
લોકસભા સીટોની ઓફર આપી છે. ત્યારબાદ ચર્ચાઓ તેજ છે કે RLD અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તૂટી શકે છે. ભાજપે 4 સીટો RLDને ઓફર કરી છે, તેમાં કેરાના, બાગપત, મથુરા અને અમરોહા સામેલ છે. તો સમાજવાદી પાર્ટી ઇચ્છતી હતી કે તેના ઉમેદવાર મુઝફ્ફરનગર, કેરાના, અને બિજનૌર સીટો પર RLDના ચિહ્ન પર ચૂંટણી લડે.
તેના કારણે RLD અને સપા ગઠબંધનમાં તૂટનું કારણ બનતું નજરે પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમય અગાઉ જ જયંત ચૌધરી અને અખિલેશ યાદવની લખનૌમાં થયેલી મુલાકાત બાદ 7 સીટો પર ડીલ થઈ ગઈ હતી. આ 7 સીટોમાં બાગપત, મુઝફ્ફરનગર, કેરાના, મથુરા અને હાથરસ તો નક્કી છે, પરંતુ 2 સીટો પર અત્યારે પણ નામને લઈને સંશય બનેલું હતું. અત્યારે એ નક્કી થઈ શક્યું નહોતું કે મેરઠ, બિજનૌર, અમરોહા, નગીના અને ફતેહપુર સીકરીમાં કઇ અન્ય 2 સીટ RLDને આપવામાં આવશે.
તો મુઝફ્ફરનગરમાં ઉમેદવારને લઈને સપા અને RLDમાં ખેચતાણ બતાવવામાં આવી હતી. સપા ઇચ્છતી હતી કે હરેન્દ્ર મલિકને ત્યાંથી RLDના ચિહ્ન પર ચૂંટણી લડાવવામાં આવે. RLDના ઘણા સ્થાનિક નેતા તેના વિરોધમાં છે અને નથી ઇચ્છતા કે હરેન્દ્ર મલિકને મુઝફ્ફરનગરની સીટ આપવામાં આવે. કારણ હરેન્દ્ર મલિક જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારથી ચૌધરી પરિવાર સાથે જૂની અદાવત રહી છે અને મુઝફ્ફરનગર સીટ ચૌધરી પરિવારની કોર સીટ માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં RLD અને સપાનું ગઠબંધન 2018ની લોકસભાની પેટાચૂંટણીથી છે.
કેરાના લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં સપાએ પોતાના નેતા તબસ્સુમ હસનને RLDના ચિહ્ન પર ચૂંટણી લડાવ્યા હતા. એ ચૂંટણીમાં તબસ્સુમ હસનની શાનદાર જીત થઈ હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. ત્યારે સપાએ RLDને 3 સીટો આપી હતી. જો કે, કોઈ પણ સીટ પર RLD જીતી શકી નહોતી. એ જ ચૂંટણીમાં સપા 5 સીટો જીતી હતી. જ્યારે બસપાએ 10 સીટો પર જીત હાંસલ કરી હતી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પણ સપા અને RLDએ મળીને લડી હતી. એ ચૂંટણીમાં સપાએ RLDને 33 સીટો આપી હતી, તેમાંથી RLDએ 9 સીટો પર જીત હાંસલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp