યાદવ અને મુસ્લિમોનું કામ નહીં કરું કેમ કે..’, JDU સાંસદનું વિવાદિત નિવેદન
બિહારના સીતામઢીથી નવા ચૂંટાયેલા સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા 22 વર્ષોથી રાજનીતિમાં સક્રિય છે, આ દરમિયાન તેમણે યાદવ અને મુસ્લિમો માટે સૌથી વધુ કામ કર્યું છે, પરંતુ હવે તેઓ યાદવ અને મુસ્લિમોનાં કામ નહીં કરે. જો કોઈ આ જાતિના છે અને તેમને ત્યાં કામ કરાવવા આવે છે તો આવે, જરૂર ચા નાસ્તો કરે અને પાછા જાય, હું તેમનું કામ નહીં કરું. સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે આગળ કહ્યું કે, જ્યારે યાદવ અને મુસ્લિમ વોટ નાખતી વખત તીરના નિશાનમાં વડાપ્રધાન મોદીનો ચહેરો જુએ છે, તો હું તમારા માટે કામ કરતા લાલુ અને લાલટેનનો ચહેરો કેમ ન જોઉ.
તેમણે કહ્યું કે, મારા યાદવ અને મુસ્લિમ ભાઈ જરૂર આવે, ચા પી, મીઠાઇ ખાય, પરંતુ કામની વાત ન કરતા કેમ કે હું તમારું કામ નહીં કરું. હું પહેલી વખત એમ કહી રહ્યો છું અને હું એ જ કરીશ. JDU સાંસદના નિવેદન પર હોબાળો થઈ ગયો છે. તેમણે આગળ કહ્યું કે, NDAના વૉટમાંથી કેટલું ચીરહરણ થયું. તેનું કોઈ પણ ઉચિત કારણ નથી. સૂરી અને કલવાર સમાજવા અડધાથી વધારે વોટ કપાઇ ગયા, શું કારણ છે, બતાવો? કુશવાહ સમાજના વોટ અચાનક કપાઈ ગયા. આ બધા તો NDAના વોટ હતા. અંતે કેમ કપાયા.
કુશવાહ સમાજના લોકો માત્ર એટલે ખુશ થઈ ગયા કે લાલુ પ્રસાદે આ સમાજના 7 ટકા લોકોને ટિકિટ આપી દીધી હતી. તેઓ બોલ્યા કે, કુશવાહ સમાજ એટલો સ્વાર્થી થઈ ગયો. આ સમાજના ભાજપથી નાયબ મુખ્યમંત્રી છે સરકારમાં. ઉપેન્દ્ર કુશવાહ જો જીતી ગયા હોત તો આજે કેન્દ્રીય મંત્રી બની ગયા હોત. કુશવાહ સમાજથી કોઈ 5 કે 7 લોકો પણ સાંસદ બની જતા તો સીતામઢીમાં તેમનો શું ફરક પડી જતો. શું સીતામઢીના કુશવાહ સમાજના લોકો તેમની પાસે કામ કરાવવા ન જતા? તેમના વિચાર કેટલા વિકૃત થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સાંસદ બનવા અગાઉ દેવેશ ચંદ્ર ઠાકુર બિહાર વિધાન પરિષદના સભાપતિ હતા. 25 ઓગસ્ટ 2022માં તેમને સભાપતિ બનાવવામાં આવ્યા હતા. 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સીતામઢીથી ચૂંટણી લડી, ચૂંટણી જીત્યા બાદ હવે દેવેશ ઠાકુર સભાપતિ પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. તેમણે રાજીનામું આપતા સભાપતિની ખુરશી પણ ખાલી થઈ ગઈ છે. સીતામઢી સીટ પરથી JDU નેતા દેવેશ ચંદ્ર ઠાકુરે રાષ્ટ્રીય જનતા પાર્ટીના અર્જૂન રાયને 51,356 વૉટથી હરાવ્યા હતા. દેવેશ ચંદ્ર ઠાકુરને 5,15,719 વોટ મળતા હતા, તો અર્જૂન રાયને 4,64,363 વોટ મળ્યા હતા. તો સેકુઆ નવાજ અજમત ત્રીજા નંબર પર રહ્યા હતા, તેમને 28,912 વોટ મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp