અમિત શાહના વીડિયો મામલે જિગ્નેશ મેવાણીના PA અને AAP કાર્યકરની ધરપકડ

PC: indiatoday.in

લોકસભા 2024ની ચૂંટણી ચાલી રહી છે અને બધી પાર્ટીઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લાં કેટલાંક સમયથી ભાજપને અનામતના મુદ્દા પર ઘેરી રહી છે, પરંતુ અમિત શાહના એક ફેક વીડિયોને કારણે ભાજપને પલટવાર કરવાનો મોકો મળી ગયો છે અને કોંગ્રેસના જ ગળામાં ફંદો ફસાઇ ગયો જેવો ઘાટ ઉભો થયો છે. અમિત શાહના એક તેલંગાણીની સભાનો અને બીજો ગુજરાતના પાલનપુર અને લીમખેડાની સભાનો વીડિયો તોડી મરોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. તેલંગાણાના ફેક વીડિયો માટે આસામથી એક કોંગ્રેસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે અને ગુજરાતના વીડિયો માટે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના PA અને આમ આદમી પાર્ટીના કાર્યકર એમ બે જણાની ધરપકડ કરવામાં આવી છે.

હવે પહેલા એ વાત કરીએ કે તેલંગાણામાં શું થયું હતું? અનામતને લઇને અમિત શાહના એક ફેક વીડિયોથી રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. તેલગાંણામાં તાજેતરમાં અમિત શાહે એક સભાને સંબોધન કર્યું હતું. તેમની એ સભાના વીડિયોને તોડી મરોડીને, એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ ફેક વીડિયોમાં એવું કહેવાનો આશય હતો કે અમિત શાહ મુસ્લિમો માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે.

કોંગ્રેસે પણ આ વીડિયોને વાયરલ કર્યો અને અમિત શાહ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ફેક વીડિયો મામલે આસામથી રિતમ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી જે કોંગ્રેસનો કાર્યકર હોવાનું કહેવાય છે. રિતમ સિંહ કોંગ્રેસના વોર સંયોજક તરીકે પણ કામ કરી ચૂક્યો છે. દિલ્હી પોલીસે અમિત શાહના ફેક વીડિયો સામે FIR નોંધેલી છે. હવે કોંગ્રેસ કાર્યકરની ધરપકડ પછી ભાજપને પલટવાર કરવાનો મોકો મળી ગયો છે.

હવે બીજા વીડિયોની વાત કરીએ. અમિત શાહે પાલનપુર અને લીમખેડામાં એક સભાને સંબોધન કર્યું હતું, જેનો વીડિયો પણ તોડ મરોડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે આ ફેક વીડિયો મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર આર.બી. બારિયા અને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના PA સતીષ વસાણીની ધરપકડ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યુ કે, મારા, અમિત શાહ અને જે પી નડ્ડાના વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું કામ વિપક્ષ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષ AIનો ઉપયોગ કરીને આવા ફેક વીડિયો બનાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp