શિવરાજ સિંહના પુત્ર બોલ્યા- ‘આપણાં નેતા આગળ દિલ્હી પણ નતમસ્તક..’,
કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય ચૌહાણે એક કાર્યક્રમમાં આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમાં કાર્તિકેય પોતાના પિતાના ગુણગાન ગાતા નજરે પડી રહ્યા છે. તેઓ કહે છે કે લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત બાદ આખી દિલ્હી તેમના પિતા સામે નતમસ્તક છે. કાર્તિકેય સિંહે શુક્રવારે સિહોર જિલ્લાના બુધની વિધાનસભા ક્ષેત્રના ભેરૂડાંમાં એક સાર્વજનિક બેઠકને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું હતું.
તેમની આ ટિપ્પણીનો વીડિયો અલગ અલગ પાર્ટીઓના નેતા શેર કરી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણે હાલમાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની વિદિશા સીટથી રેકોર્ડ અંતરથી જીત હાંસલ કરી. તો ભાજપે રાજ્યની બધી સીટો પરથી રેકોર્ડ અંતરથી જીત હાંસલ કરી. ભાજપે આ રાજ્યની બધી 29 સીટો જીતીને ક્લીન સ્વીપ કરી. મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કાર્તિકેયના આ નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે, તેનો અર્થ છે કે દિલ્હી ડરેલી છે અને પાર્ટીની અંદર અસંતોષ છે.
शिवराज जी के युवराज कह रहे हैं कि दिल्ली डर रही है! यह 100% सच है! क्योंकि, देश भी डरे हुए #तानाशाह को गौर से देख रहा है!
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) June 22, 2024
डर पार्टी के अंदर असहमति की आवाज का! डर बड़े नेताओं की बगावत का! डर गठबंधन के प्रबंधन का! डर समर्थन की सरकार के गिरने का! डर टिकी हुई कुर्सी के हिलते हुए… https://t.co/t2JWkLAi2e
કાર્તિકેય સિંહે ચૌહાણે પોતાના સંબોધનમાં કહ્યું કે, બુધનીની જનતાએ અદ્દભુત સંદેશ આપવાનું કામ કર્યું. દુનિયાએ આપણી ખૂબ પરીક્ષા લીધી છે. હું તમારામાં, મારામાં અને કેન્દ્રીય મંત્રી શિવરાજ જીમાં કોઈ ફરક જોતો નથી. આપણે બધા એક જીસ્મ અને એક જીવ છીએ. હું અત્યારે દિલ્હીમાં રહીને ફર્યો છું. પહેલા પણ, આપણાં નેતા (ચૌહાણ) મુખ્યમંત્રીના રૂપમાં લોકપ્રિય હતા, પરંતુ હવે મુખ્યમંત્રી રહ્યા નથી, તો વધારે લોકપ્રિય થઈ ગયા છે. એટલી પ્રચંડ જીત બાદ ગયા છે તો આખી દિલ્હી પણ નતમસ્તક છે. આખી દિલ્હી આજે તેમને ઓળખે છે, સન્માન કરે છે.
તેમણે આગળ કહ્યું કે, દિલ્હી જ નહીં, દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી મોટા નેતાઓની ગણતરી કરવામાં આવે છે તો તેમાં આપણા નેતા શિવરાજ સિંહ ચૌહાણની ગણતરી થાય છે. 2023ની ચૂંટણીમાં ઘણી આંગળીઓ ઉઠી હતી. કહેવામાં આવ્યું કે સરકાર બનાવી મુશ્કેલ છે, પરંતુ તેમણે એવા વિપક્ષી અને બુદ્ધિજીવીઓને જડબાતોડ જવાબ આપવાનું કામ કર્યું. અમેરિકા અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી કાર્તિકેય સિંહે ચૂંટણીમાં પોતાના પિતાને સમર્થન આપનારા બુધની મતવિસ્તારના લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, કહેવામાં આવે છે કે, દરેક સફળ વ્યક્તિ પાછળ એક મહિલા હોય છે, પરંતુ હું કહીશ એક નેતાની સફળતા પાછળ એક મહિલા સાથે સાથે તેના ક્ષેત્રના લોકો પણ હોય છે.
કાર્તિકેય સિંહના નિવેદન પર કટાક્ષ કરતા મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, શિવરાજજીના યુવરાજ કહી રહ્યા છ કે દિલ્હી ડરી રહી છે! એ 100 ટકા સત્ય છે! કેમ કે દેશ પણ ડરેલા તાનશાહને ધ્યાનથી જોઇ રહ્યો છે. ડર પાર્ટીની અંદર અસહમતીના અવાજનો, ડર મોટા નેતાઓના બળવાનો! ડર ગઠબંધનના સંચલનનો! ડર સમર્થનની સરકાર પડવાનો! ડર ટકેલી ખુરશી હાલતા પગનો!, ટીમ BJP એ ન વિચારતા કે શિવરાજજીના વારસામાં કોઈ બાળક છે! પરંતુ જરૂર જુઓ કે એ ડર સારો છે.
વિદિશા લોકસભા સીટ પર 8.20 લાખ કરતા વધુ અંતરથી જીત બાદ શિવરાજ સિંહ ચૌહાણને મોદી 3.0 કેબિનેટમાં કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે, વિદિશા સીટથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ચૌહાણે બુધની વિધાનસભા સીટના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી દીધું છે. સંભાવના છે કે બુધની માટે પેટાચૂંટણીની જાહેરાત જલદી જ થઈ શકે છે અને કાર્તિકેય સિંહ, શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર હોવાના સંબંધે ઉમેદવારના રૂપમાં ભાજપ માટે સ્વાભાવિક પસંદ માનવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp