BJP સરકાર પાડવા નીકળેલા દુષ્યંત ચૌટાલા, પોતાના પર જ આવી ગયું સંકટ
હરિયાણાની રાજનીતિ પળેપળ પડખા ફેરવી રહી છે. 2 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને આપેલું સમર્થન પરત લીધા બાદ જનનાયક પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત ચૌટાલાએ ફ્લોર ટેસ્ટની માગ કરી દીધી હતી. તેના માટે રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયને ચિઠ્ઠી પણ લખી હતી, પરંતુ હવે તેમની જ જમીન સરકતી નજરે પડી રહી છે. તેમની જ પાર્ટીના કદાવર નેતા દેવેન્દર બબલી બળવાખોર થઈ ગયા છે.
તેમનું કહેવું છે કે અમે દુષ્યંત ચૌટાલાને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવવા જઇ રહ્યા છીએ. એ સિવાય પાર્ટી પર પણ દાવો કરશે. આ ઘટનાક્રમ મહત્ત્વનો છે કેમ કે વિપક્ષ મુખ્યમંત્રી પાસે જ રાજીનામાની માગ કરી રહ્યું છે અને ઊલટાનું JJPમાં જ સંકટ ઉત્પન્ન થઈ ગયું છે. ટોહનાથી ધારાસભ્ય દેવેન્દ્રએ જણાવ્યું કે, દુષ્યંત ચૌટાલાએ રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ માટે લખ્યું છે, પરંતુ તેમની પાસે તો આ અધિકાર જ નથી, જ્યારે JJPના 10માંથી 8 ધારાસભ્ય જ તેમની વિરુદ્ધ છે.
દુષ્યંત પાસે તો માત્ર પોતાના માતા અને બાઢડાના ધારાસભ્ય નૈના ચૌટાલાનું જ સમર્થન છે. એ સિવાય અન્ય બધા ધારાસભ્ય તો તેમને JJPના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવવા માગે છે. તેમણે કહ્યું કે, ચૌટાલાએ JJPના ધારાસભ્ય દળના નેતા પદ પરથી રાજીનામું આપવું જોઈએ. નહિતર બીજા ધારાસભ્ય તેમને પોતે જ બહાર કરી દેશે. ધારાસભ્ય પાર્ટી પર જ દાવો કરવા જઇ રહ્યા છે અને અમારી પાસે કુલ 8 લોકોનું સમર્થન છે. 2019 ની વિધાનસભાની ચૂંટણી બાદ તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું અને સાઢા ચાર વર્ષ સુધી સરકાર ચલાવી.
ઘણા મહત્ત્વના મંત્રાલય પણ પોતાની પાસે રાખ્યા. હવે તેઓ લોકોને કહી રહ્યા છે કે ભાજપની સરકાર પાડી દેવામાં આવે. અંતે કેવી રીતે દુષ્યંત ચૌટાલાની વિચારધારા બદલાઈ ગઈ અને હવે તેઓ કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે. પહેલા તો તેઓ કોંગ્રેસને જ પોતાનો સૌથી મોટી દુશ્મન બતાવી રહ્યા હતા. JJPના બળવાખોર ધારાસભ્યોએ પાર્ટી પર જ દાવો કરવાની તૈયારી પૂરી કરી લીધી છે. આગામી 3-4 દિવસોમાં આ ધારાસભ્યો દૂષ્યંત વિરુદ્ધ દાવો ઠોકી શકે છે.
જાણકારોનું કહેવું છે કે મનોહરલાલ ખટ્ટર સાથે JJPના 3 ધારાસભ્યોની મીટિંગમાં તેની પટકથા તૈયાર કરવામાં આવી છે. બળવાખોર ધારાસભ્યોનાં વિચાર છે કે પાર્ટી પર દાવો કરે અને પછી તેઓ જ નેતૃત્વ સંભાળી લે. માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દર બાબલી નવા નેતા હોય શકે છે. બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે, અમે જ નિર્ણય લઈશું કે જો ફ્લોર ટેસ્ટ થવાનું છે તો શું કરવામાં આવે. ભાજપને સમર્થન કરીએ કે પછી કોઈ રસ્તો પકડીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp