રાષ્ટ્રપતિ બાઇડેન બોલ્યા- ‘એ વાતની ખુશી છે કે...'

PC: livemint.com

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને રવિવારે બપોરે વ્હાઇટ હાઉસથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાના સંબંદમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલીમાં હુમલો થયો, જેમાં તેઓ બાલ બાલ બચ્યા. રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના ભાષણમાં કહ્યું કે, ગત રાત્રે મેં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. એ વાતની ખુશી છે કે તેઓ સારા છે અને રીકવર કરી રહ્યા છે. અમારી નાની, પરંતુ સારી વાતચીત થઇ. જિલ અને હું તેમના અને તેમના પરિવારને લઇને પ્રાર્થના કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, એ પીડિત પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના છે જેમનું મોત થયું. એક પિતા જે પોતાના પરિવારને ગોળી લાગવાથી સુરક્ષા કરી રહ્યો હતો, તેનું મોત થઇ ગયું. ઇશ્વર તેને પ્રેમ આપે. બધા ઇજાગ્રસ્ત સારા થઇ શકે તેના માટે વસ્તુ પૂરી રીતે સારી કરવાની અમારી યોજના છે. સિક્રેટ સર્વિસ અને અન્ય કાયદા પ્રવર્તન એજન્સીઓનો અમે આભાર માનીએ છીએ, જેમણે દેશ માટે જીવને જોખમમાં મૂકી દીધો. જેમ મેં ગત રાત્રે કહ્યું હતું અમેરિકામાં આ પ્રકારની અને કોઇ હિંસા માટે જગ્યા નથી. હત્યાનો પ્રયાસ એ બધી વાતોથી વિરુદ્ધ છે જેમનું અમે સમર્થન કરીએ છીએ.

રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે, ‘વાત એ નથી કે આપણે એક રાષ્ટ્રના રૂપમાં કોણ છીએ. વાત અમેરિકાની નહીં, અમે એમ થવાની મંજૂરી નહીં આપી શકીએ. એકતા બધાનું સૌથી મોટું લક્ષ્ય છે, પરંતુ અત્યારે તેનાથી વધારે મહત્ત્વપૂર્ણ કંઇ નથી. એકતા પર દલીલ થશે અને અસહમતી હશે, એવું નથી કે તેમાં કોઇ બદલાવ થવાનો નથી, પરંતુ અમે પોતાની દૃષ્ટિ નહીં ગુમાવીએ. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમણે અત્યારે જ સિચૂએશન રૂમમાં તપાસ પર બ્રીફિંગ હાંસલ કરી છે.

ઘટનાને લઇને તમામ એજન્સીઓ તપાસ કરી રહી છે અને FBI આ તપાસનું નેતૃત્વ કરી રહી છે જે અત્યારે પણ પ્રાથમિક ચરણમાં છે. અત્યાર સુધી શૂટરના ઉદ્દેશ્ય બાબતે કોઇ જાણકારી મળી શકી નથી. તેમણે આગળ કહ્યું કે, અમે જાણીએ છીએ કે તે કોણ છે, હું બધાને આગ્રહ કરું છું કે કૃપયા તેમના ઉદ્દેશ્યો કે તેમની સાથેના જોડાણ બાબતે કોઇ ધારણાં ન બનાવો. FBIને પોતાનું કામ કરવા દો અને તેમની સહયોગી એજન્સીઓને પોતાનું કામ કરવા દો. મને નિર્દેશ આપવામાં આવ્યો છે કે એ તપાસ ગાઢ અને તેજ થશે અને તપાસકર્તાઓ પાસે આ તપાસ પૂરી કરવા માટે દરેક જરૂરી સંસાધન ઉપલબ્ધ હશે.

અહી અમે શું કરવા જઇ રહ્યા છીએ. પહેલું ટ્રમ્પ એક પૂર્વ રાષ્ટ્રપતિ છે અને રિપબ્લિકન પાર્ટીને નામિત કરવામાં આવી છે. તેમને પહેલાથી જ ઉચ્ચ સ્તરની સુરક્ષા પ્રાપ્ત છે અને હું સિક્રેટ સર્વિસને સતત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમને દરેક આવશ્યક સંસાધન ક્ષમતા અને સુરક્ષાત્મક ઉપાય પ્રદાન કરવાના પોતાના નિર્દેશમાં કંસિસ્ટેન્ટ રહ્યો છું. બીજું મેં સિક્રેટ સર્વિસના પ્રમુખને રિપબ્લિકન નેશનલ કન્વેન્શન માટે બધા ઉપાયોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે જે કાલે શરૂ થવાના છે.

બાઇડેને કહ્યું કે, કાલની રેલીની રાષ્ટ્રીય સુરક્ષાની સ્વતંત્ર સમીક્ષાના નિર્દેશ આપવામાં આવ્યા છે જેથી વાસ્તવમાં શું થયું તેની જાણકારી મળી શકે અને એ સ્વતંત્ર સમીક્ષાના પરિણામોને અમેરિકન લોકો સાથે પણ શેર કરીશું અને અંતમાં હું આજે રાત્રે ઓવલ ઓફિસથી તેની બાબતે વધારે વિસ્તારથી બોલીશ. આપણે બસ એક રાષ્ટ્રના રૂપમાં એકજૂથ થઇને એ પ્રદર્શિત કરવાનું છે કે આપણે કોણ છીએ. ઇશ્વર તમને બધાને આશીર્વાદ આપે અને આપણાં સૈનિકોની રક્ષા કરે. તમારો ખૂબ ખૂબ આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp