રાજ્યસભામાં બધુ નડ્ડાની સલાહ પર જ થશે, જાણો કેટલુ તાકતવર હોય છે સદનના નેતાનું પદ

PC: ndtv.com

મોદી સરકારની ત્રીજી ઇનિંગમાં ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાને મોટી જવાબદારી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સદનના નેતા તરીકે જે.પી. નડ્ડાની નિમણૂક કરી છે. અત્યાર સુધી રાજ્યસભામાં સદનના નેતા પિયુષ ગોયલ હતા. હવે પિયુષ ગોયલ લોકસભાના સભ્ય બની ગયા છે. આ વખત ચૂંટણીમાં તેમણે મુંબઈ ઉત્તર સીટથી જીત હાંસલ કરી છે. મોદી 3.0માં જે.પી. નડ્ડાને પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા અને હવે તેમને રાજ્યસભામાં સદનના નેતા પણ બનાવી દેવામાં આવ્યા છે.

જે.પી. નડ્ડા આ વર્ષે એપ્રિલમાં ત્રીજી વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. જે.પી. નડ્ડા પહેલી વખત 2012માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. પછી 2018માં તેમને બીજી વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા. હવે જ્યારે જે.પી. નડ્ડા રાજ્યસભામાં સદનના નેતા બની ગયા છે તો જાણે છે કે એ પદ કેટલું તાકતવાન હોય છે? એ પણ જાણીએ કે રાજ્યસભાના સભ્યને સેલેરી કેટલી મળે છે?

કોણ હોય છે સદનના નેતા?

રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિ બાદ સૌથી મહત્ત્વનું પદ સદનના નેતાનું હોય છે. રાજ્યસભામાં સદનના નેતા સામાન્ય રીતે પ્રધાનમંત્રી હોય છે, જો તેઓ તેના સભ્ય છે. જો વડાપ્રધાન રાજ્યસભાના સભ્ય નથી તો પછી તેઓ કોઈ મંત્રી કે પોતાની પાર્ટીના કોઈ સાંસદને સદનના નેતા બનાવે છે.

સદનના નતાની જવાબદારી શું?

સદનના નેતાનું કામ રાજ્યસભાની કાર્યવાહી સૂચરું ઢંગે ચલાવવાનું હોય છે. સાર્થક દલીલ માટે સદનના બધા સભ્યો વચ્ચે સમન્વય બનાવી રાખવામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા હોય છે.

સદનના નેતાને પહેલી પંક્તિમાં પહેલી સીટ આપવામાં આવે છે જેથી તેઓ ન માત્ર સરકાર, પરંતુ વિપક્ષ, મંત્રીઓ અને પીઠસીન અધિકારીઓના સંપર્કમાં બન્યા રહે.

રાજ્યસભાના અધ્યક્ષ લગભગ બધા કામ માટે સદનના નેતાની સલાહ લે છે.  પછી સદનની કાર્યવાહી હોય કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવા માટે વધુ દિવસ અને સમય ફાળવવાનો હોય. સભાપતિ સદનના નેતા પાસેથી સલાહ લે છે.

ફાઇનાન્સ બિલ કે કોઈ પણ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની હોય, તેના માટે પણ સભાપતિ સદનના નેતાની સલાહ લે છે. આ સિવાય કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે નેતાનું મૃત્યુ થવા પર ગૃહ સ્થગિત કરવા કે કોઈ બાબતમાં તેમની સલાહ લેવામાં આવે છે.

સદનના નેતા એ પણ સુનિશ્ચિત કરે છે કે સદન સમક્ષ લાવવામાં આવેલા કોઈ પણ મુદ્દા પર સાર્થક ચર્ચા માટે સદને તમામ શક્ય અને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. એ સાથે તેઓ સદનના પ્રવક્તા તરીકે પણ કામ કરે છે.

કેટલી હોય છે સેલેરી?

1954ના સેલેરી એન્ડ અલાઉન્સિસ મેમ્બર ઓફ પાર્લિયમેન્ટ એક્ટ મુજબ, રાજ્યસભા સાંસદને દર મહિને 2 લાખ 30 હજાર રૂપિયા મળે છે. તેમાં 1 લાખ રૂપિયા બેઝિક સેલેરી હોય છે. 70 હજાર રૂપિયા ચૂંટણી ભથ્થું અને 60 હજાર રૂપિયા ઓફિસ ખર્ચ માટે મળે છે. એ સિવાય જ્યાં સદનનું સત્ર ચાલી રહ્યું હોય, તો રોજ 2000 રૂપિયાનું ભથ્થું પણ મળે છે. તેની સાથે જ રાજ્યસભાના સાંસદને ટ્રાવેલિંગ અલાઉન્સ અને વીજળી-પાણી ફરી જેવી ઘણી અન્ય સુવિધાઓ પણ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp