15 દિવસ, 3 રાજ્ય.. BJP ચીફ જે.પી.નડ્ડાની પત્નીની કાર કંઈ રીતે મળી

PC: india.com

એક SUV, 4 ચોર અને 3 ખરીદદાર! હવે તમે વિચારી રહ્યા હશો કે ચોરીની એક SUV છે તો ખરીદદાર 3 કેવી રીતે થઈ ગયા? આ સવાલ ભલે હેરાન કરનારો હોય, પરંતુ હકીકત કંઈક એવી જ છે. દિલ્હીમાં 19 માર્ચે સર્વિસ સેન્ટર બહારથી એક ટોયોટા ફોર્ચ્યૂનર ચોરી થાય છે. આ ચોરીને અંજામ આપે છે 4 ચોર, જે પહેલા પણ ઘણી ગાડીઓ ચોરી ચૂક્યા છે. પોલીસની ટીમ શોધખોળ ચાલુ કરે છે અને અંતે 15 દિવસ બાદ ફોર્ચ્યૂનર ઉત્તર પ્રદેશના વારાણસીથી મળે છે. ચોર પણ પકડાઈ જાય છે. ત્યારબાદ ખબર પડે છે એક ચોંકાવનારું સત્ય.

સત્ય પણ એવું કે જાણીને પોલીસ અધિકારી હેરાન રહી ગયા. ચોરીની આ ફોર્ચ્યૂનર દિલ્હીથી વારાણસી વચ્ચે 3 વખત વેચવામાં આવી હતી. અહી જે ફોર્ચ્યૂનરની વાત થઈ છે કે કોઈ સામાન્ય વ્યક્તિની ગાડી નથી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની પત્ની મલ્લિકા નડ્ડાની છે. 19 માર્ચે જે.પી. નડ્ડાના ડ્રાઈવર જોગિંદર સિંહ આ ફોર્ચ્યૂનરને સર્વિસ માટે દિલ્હીના ગીરી નગર લઈને પહોંચ્યા. ગાડીને સર્વિસ સેન્ટર બહાર ઊભી કરીને જોગિંદર લાંચ કરવા ગયો અને પાછો આવ્યો તો ગાડી ચોરાઇ ચૂકી હતી.

જોગિંદર તરત જ ગોવિંદપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ચોરીનો રિપોર્ટ લખાવ્યો.ત્યારબાદ શરૂ થઈ શોધખોળ. ઓપરેશન દિલ્હીથી શરૂ થયું અને ત્યારબાદ ફરીદાબાદ અને ઉત્તર પ્રદેશ પોલીસ પણ સામેલ થઈ ગઈ. CCTV શોધ્યા બાદ પોલીસને એક લોડ મળી. ચોરીને ગુરુગ્રામ તરફ ભાગ્યા હતા. સાઉથ ઈસ્ટ દિલ્હીના એન્ટી ઓટો થેફ્ટ સ્કવોડ (AATS)ની એક સ્પેશિયલ ટીમે કેસ પોતાના હાથમાં લીધો અને ચોરો પાછળ લાગી ગઈ. કેટલીક અન્ય CCTV ફૂટેજ મળી અને AATSની ટીમ ફરીદાબાદ બુડકલ પહોંચી.

શોધખોળ બાદ ખબર પડી કે આ ચોરીને શાહિદ અને શિવાંશ ત્રિપાઠી નામના બે ચોરોએ અંજામ આપ્યો છે. આ બંને ગાડી ચોરનારી એક ગેંગનો હિસ્સો છે. પુરાવા મળ્યા તો પોલીસે બંનેને પકડવા માટે જાળ બિછાવી. 3 દિવસ બાદ જ 22 માર્ચે પોલીસે શિવાંશને પટિયાલા હાઉસ કોર્ટ પાસેથી ધરપકડ કરી લીધી. પૂછપરછ થઈ તો શિવાંશે જણાવ્યું કે, તેણે શાહિદ, ફારુક અને શાહકૂલ સાથે મળીને આ ગાડી ચોરી હતી. ફોર્ચ્યૂનર ચોરવા માટે ચોર ત્યાં ક્રેટા ગાડીથી પહોંચ્યા હતા. આ ક્રેટા પણ થોડા દિવસ અગાઉ જ ગૌતમબુદ્ધ નગરથી ચોરી કરવામાં આવી હતી.

ચોરી બાદ ફોર્ચ્યૂનરને ફરીદાબાદમાં ફારુકના ફાર્મ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવી. પછી આ ગાડી લખીમપુરખીરીના સલીમ નામના વ્યક્તિને વેચી દેવામાં આવી. સલીમ ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરો મુરાદાબાદ, સીતાપુર, હાથરસ અને મેનપુરીમાં ચોરીની લક્ઝરી ગાડીઓ વેચવાનો ધંધો કરે છે. હવે પોલીસની ટીમ લખીમપુર ખીરી પહોંચી. સલીમ પકડાયો, પરંતુ ફોર્ચ્યૂનર તેની પાસે નહોતી. સલીમે ખરીદ્યાના તુરંત બાદ આ ગાડીને સીતાપુરના રહેવાસી મોહમ્મદ રઈસ ઉર્ફ પપ્પુને વેચી દીધી.

હવે પોલીસની ટીમ તરત સીતાપુર જવા રવાના થઈ. અહી મોહમ્મદ રઈસ પણ પકડાયો, પરંતુ ફોર્ચ્યૂનર માટે પોલીસની શોધ અત્યારે પણ પૂરી થઈ નહોતી. રઇસે આ ફોર્ચ્યૂનર અમરોહાના રહેવાસી ફુરકાનને વેચી દીધી. ત્યારબાદ પોલીસે અમરોહાના ફુરકાનને દબોચી લીધો, પરંતુ ફોર્ચ્યૂનર અત્યારે પણ પોલીસ પકડથી બહાર હતી. રઇસે જણાવ્યું કે, તેણે ગાડીને વારાણસીના બેનિયા બાગ પાર્કિંગમાં ઊભી કરી છે. પોલીસની ટીમ ત્યાં પહોંચી અને અંતે 4 માર્ચે દિલ્હીથી ચોરી થયેલી ફોર્ચ્યૂનર વારણસીમાં મળી ગઈ. કેસમાં શિવાંશ, શાહિદ, સલીમ, મોહમ્મદ રાઈસ અને ફુરકાનની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp