ED-CBIના સંકજામાં જેલમાં બંધ કે.કવિતાએ માગ્યા આ 5 પુસ્તકો, કોર્ટે આપી મજૂરી

PC: businesstoday.in

દિલ્હીની એક કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને શુક્રવારે કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં 15 એપ્રિલ સુધી CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ CBI અને કવિતાના વકીલની દલીલો સાંભળ્યા બાદ આદેશ જાહેર કર્યો છે. તો આ દરમિયાન કે કવિતા તરફથી દાખલ કરવામાં આવેલી એક અન્ય અરજીમાં જેલની અંદર માગવામાં આવેલી ઘણી બધી વસ્તુઓની મંજૂરી આપી દીધી છે. કોર્ટે CBIને નિર્દેશ આપ્યા કે ઘરનું બનેલું ભોજન, જાપમાળા, ડ્રેસ, ગોદડા, ઓશિકા અને રૂમાલ અને એ સિવાય કવિતાને જેલની અંદર 5 પુસ્તકો પણ લઈ જવાની મંજૂરી આપી છે.

કવિતાને જેલમાં લઈ જવા મંજૂરી મળી એ પુસ્તકોના નામ

The Paradoxical Prime Ministe (ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર)

Elon Musk (એલન મસ્ક)

The Nutmegs (ધ નટમેગ્સ કર્સ)

Rebel Against The Raj (રિબેલ અગેઇન્સ્ટ ધ રાજ)

Roman Stories (રોમન સ્ટોરીસ)

ગુરુવારે CBIએ કે. કવિતાની તિહાડ જેલમાં ધરપકડ કરી હતી, જ્યાં તેમને કથિત રૂપે આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ બાદ રાખવામાં આવી હતી. CBIએ કવિતાની 5 દિવસની કસ્ટડીની માગ કરતા કોર્ટે કહ્યું કે, તેઓ તપાસમાં સહયોગ કરી રહ્યા નથી અને ગોળમટોળ જવાબ આપી રહ્યા છે. CBIએ કવિતાને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત ષડયંત્ર) સાથે કલમ 477 (ખાતાઓમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 (લોક સેવકને લાંચ આપવાના આરોપમાં સંબંધિત ગુના) હેઠળ ધરપકડ કરી.

CBIએ એક સ્પેશિયલ કોર્ટની મંજૂરી લઈને હાલમાં જ કવિતાની જેલની અંદર પૂછપરછ કરી હતી. EDએ કવિતાને 15 માર્ચે હૈદરાબાદમાં તેમના બંજારા હિલ્સ સ્થિત આવાસથી ધરપકડ કરી હતી. કવિતાની કસ્ટડીની માગ કરતા CBIએ એમ પણ કહ્યું કે, સાઉથ ગ્રુપના એક દારૂના વેપારીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રીય રાજધાનીમાં કારોબાર માટે તેમનું સમર્થન માગ્યુ હતુ. CBIએ કોર્ટમાં કહ્યું કે, કેજરીવાલે તેમના સહયોગનું આશ્વાસન આપ્યું હતું. અમારી પાસે પર્યાપ્ત સામગ્રી છે, જેમાં સહ આરોપીની વૉટ્સએપ ચેટ અને નિવેદન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp