કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન

PC: livemint.com

દેશના પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નટવર સિંહનું 95 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થઇ ગયું. તેઓ ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. નટવર સિંહ એક પ્રમુખ કોંગ્રેસી હતા, જેમણે UPAના સમયમાં ડૉ. મનમોહન સિંહને આધીન કામ કર્યું હતું. તેઓ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રહેવાસી હતા. તેમણે અજમેરમાં મેયો કૉલેજ અને ગ્વાલિયરમા સિંધિયા સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન પર પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

ભજનલાલ શર્માએ X પર લખ્યું કે, ભારત સરકારમાં પૂર્વ વિદેશ મંત્રી, પદ્મ વિભૂષણથી સન્માનિત કુ. નટવર સિંહજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. પ્રભુ શ્રીરામજીને પ્રાર્થના છે કે દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન તથા શોકમગ્ન પરિવારને આ દુઃખના સમયમાં મનોબળ પ્રદાન કરે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નટવર સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહજીના નિધનના સમાચાર દુઃખદ છે. ઇશ્વર તેમના પરિવારજનોને એ ક્ષતિ સહેવાની શક્તિ આપે અને દિવંગત આત્માને સદગતિ પ્રદાન કરે.

કોણ હતા કુંવર નટવર સિંહ?

કુંવર નટવર સિંહે મે 2004થી ડિસેમ્બર 2005 સુધી વિદેશ મંત્રીના રૂપમાં કામ કર્યું. સિંહને 1953માં ભારતીય વિદેશ સેવામાં પસંદ કરાયા હતા. 1984માં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્યના રૂપમાં ચૂંટણી લડવા માટે સેવામાંથી રાજીનામું આપી દીધું. તેમણે ચૂંટણી જીતી અને 1989 સુધી કેન્દ્રીય રાજ્ય મંત્રીના રૂપમાં કાર્ય કર્યું. ત્યારબાદ 2004માં ભારતના વિદેશ મંત્રી બનાવવા સુધી તેમનું રાજનીતિક કરિયર ઉતાર-ચઢાવવાળું રહ્યું.

ઑગસ્ટ 1967માં સિંહે મહારાજકુમારી હેમિન્દર કૌર (જન્મ જૂન 1939) સાથે લગ્ન કર્યા, જે પટિયાલા રાજ્યના છેલ્લા મહારાજા યાદવિન્દ્ર સિંહની સૌથી મોટી દીકરી હતી. હેમિન્દરની માતા મોહિન્દર કૌર પણ સાર્વજનિક જીવનમાં સક્રિય હતા. સિંહ 1953માં ભારતીય વિદેશ સેવામાં સામેલ થયા અને 31 વર્ષો સુધી સેવા કરી. તેમની શરૂઆતી નિમણૂકોમાંથી એક બીજિંગ, ચીન (1956-58)માં હતી. ત્યારબાદ તેમને ભારતના સ્થાયી મિશન (1961-66)માં ન્યૂયોર્ક શહેરમાં અને યુનિસેફ (1962-66)ના કાર્યકારી બોર્ડમાં ભારતના પ્રતિનિધિના રૂપમાં નિમણૂક કરવામાં આવ્યા.

તેમને 1963 અને 1966 વચ્ચે ઘણી સંયુક્ત રાષ્ટ્ર સમિતિઓમાં કામ કર્યું. 1966માં તેમને ઇન્દિરા ગાંધીને આધીન પ્રધાનમંત્રી સચિવાલયમાં તૈનાત કરવામાં આવ્યા. તેમણે 1971થી 1973 સુધી પોલેન્ડમાં ભારતના રાજદૂત, 1973-1977 સુધી UKમાં ભારતના સબ હાઇકમિશનર અને 1980 થી 1982 સુધી પાકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે કામ કર્યું. તેમણે માર્ચ 1982 થી નવેમ્બર 1984 સુધી વિદેશ મંત્રાલયમાં સચિવના રૂપમાં કામ કર્યું. તેમણે 1984માં ભારત સરકાર તરફથી ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp