ભાજપમાં જોડાવાના સવાલ પર કમલનાથે જુઓ શું કહ્યું

PC: amarujala.com

આજે રાજકારણની સૌથી મોટી ચર્ચા કમલનાથની છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્ય પ્રદેશના પૂર્વ CM કમલનાથ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. ચર્ચા છે કે, કમલનાથ પોતાના સાંસદ પુત્રના ભવિષ્યને લઈને ચિંતામાં છે અને તેના સારા ભવિષ્ય માટે ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગે જ્યારે કમલનાથને પૂછવામાં આવ્યું કે શું તે ભાજપમાં જોડાવાના છે, ત્યારે તેમણે મીડિયાને જવાબ આપ્યો હતો કે, જો એવું કંઈ થશે તો તમને લોકો સૌથી પહેલા જણાવીશ. કમલનાથના આ જવાબ પર એક્સપર્ટ કહી રહ્યા છે કે, કમલનાથે ભાજપમાં જોડાવાના સમાચારનું ખંડન નથી કર્યું, એટલે તેઓ જોડાઈ તેવી શક્યતા વધુ છે.

મધ્ય પ્રદેશમાં નવા-જૂની થવાના એંધાણ, BJPમાં શામેલ થઈ શકે છે કમલનાથ અને નકુલનાથ

લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી કોંગ્રેસને સતત ઝટકા લાગી રહ્યા છે. હાલના સમાચાર મધ્ય પ્રદેશથી આવી રહ્યા છે, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથ જલદી જ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. ગત દિવસોથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કમલનાથ કોંગ્રેસ હાઇકમાનથી નારાજ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કમલનાથને તેમના પુત્રના રાજનીતિક ભવિષ્યની ચિંતા છે. ગત લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને માત્ર 1 સીટ મળી હતી, જે કમલનાથના ગઢ છિંદવાડામાં કમલનાથ/નકુલનાથની જીતનું માર્જિન સતત ઘટ્યું છે.

તો ભાજપે છિંદવાડાને પોતાની નબળી લિસ્ટમાં રાખ્યું છે અને છેલ્લા 3 વર્ષોમાં ભાજપે ત્યાં ખૂબ મહેનત કરી છે. મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા અને કમલનાથના પૂર્વ મીડિયા સલાહકાર નરેન્દ્ર સલુજાએ કમલનાથ-નકુલનાથની તસવીર X પર પોસ્ટ કરતા 'જય શ્રીરામ' લખ્યું છે, ત્યારબાદ અટકળોનો બજાર ગરમ છે કે શું કમલનાથ કે નકુલનાથ ભાજપમાં જઇ રહ્યા છે. જો કે, કમલનાથ કે નકુલનાથ તરફથી ન તો ભાજપમાં જવાને લઈને કોઈ નિવેદન આવ્યું છે અને ન તો તેમણે અત્યાર સુધી તેનું ખંડન કર્યું છે.

આ દરમિયાન પિતા પુત્રની જોડી હવેથી થોડા સમયમાં દિલ્હી લેન્ડ થવાની છે, જ્યાંથી તેઓ રાજદૂત માર્ગ સ્થિત પોતાના બંગલાએ જશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જ નેતા આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને તેમનું ભાજપમાં જવાનું નક્કી છે. જો કે, અત્યારે એ નક્કી થયું નથી કે કયા દિવસે તેઓ ભાજપમાં સામેલ થશે. તો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કમલનાથના ભાજપમાં સામેલ થવાના સમાચારોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, 'મારી કાલે રાત્રે કમલનાથ સાથે વાત થઈ છે. તેઓ છિંદવાડામાં છે. જે વ્યક્તિએ પોતાના રાજનીતિક જીવનની શરૂઆત નેહરુ ગાંધી પરિવાર સાથે શરૂ કરી હતી. એ વ્યક્તિ પાસે આપણે કંઇ રીતે આશા રાખી કે તેઓ ઈન્દિરાજીના પરિવારને છોડીને જશે.આપણે એ તો આશા પણ ન રાખવી જોઈએ.

થોડા દિવસ અગાઉ કમલનાથને પૂછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ભાજપમાં સામેલ થઈ શકે છે? તેના પર કમલનાથે કહ્યું કે, બધા સ્વતંત્ર છે, કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોવા માટે બાધ્ય નથી. પોતાના પક્ષ પલટાની અટકળો બાબતે પૂછવામાં આવતા કમલનાથે કહ્યું કે, ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, હું તેની બાબતે શું કહી શકું છું. ઉલ્લેખનીય છે કે, કમલનાથ છિંદવાડાથી 9 વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. છેલ્લી 2 વારથી છિંદવાડાના ધારાસભ્ય છે. તેમના પુત્ર નકુલનાથ આ સમયે છિંદવાડાથી સાંસદ છે. કમલનાથ ડિસેમ્બર 2018 અને માર્ચ 2020 વચ્ચે મુખ્યમંત્રી રહ્યા. તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp