કમલનાથ અને નકુલનાથ ભાજપમાં જવાના હતા, આખરે શું થયું?

PC: indianexpress.com

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમનો પુત્ર નકુલ નાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇ રહ્યા છે એ વાતનો બે-ત્રણ દિવસ પહેલાં ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ હવે કમલનાથે x પ્લેટફોર્મ પર પોસ્ટ મુકીને એ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, કમલનાથમાં ભાજપમાં જવાના અનેક કારણો હતા, પરંતુ આખરે નિર્ણય પડતો કેમ મૂક્યો? એક શક્યતા એવી માનવામાં આવે છે કે માત્ર કોંગ્રેસ પર પ્રેસર ઉભું કરવા માટે જ કમલનાથે આ પ્લોટ ઉભો કર્યો હશે. એક શક્યતા એવી પણ છે કે, કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે કમલનાથની કોઇક વાતની ચોટલી હશે અને કમલનાથને ધમકાવ્યા હશે.

કમલનાથે હવે કહ્યું છે કે, રાહુલ ગાંધી મારા નેતા છે અને તેમની ભારત જોડો ન્યાયયાત્રા 2 માર્ચે મધ્ય પ્રદેશમાં આવશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલનાથ 2 માર્ચથી 6 માર્ચ સુધી રાહુલની યાત્રામાં પણ જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp