કંગના, કન્હૈયા કુમાર, મનોજ તિવારી, પપ્પુ યાદવ, એક્ઝિટ પોલમાં કોણ આગળ?

PC: twitter.com

1 જૂન શનિવારે જેએક્ઝિટ પોલ જાહેર થયા તેમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે, કેન્દ્રમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. જોકે ઘણી બેઠકો પર રસપ્રદ સ્પર્ધા જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં ઘણી એવી બેઠકો છે જેના પરિણામો જાણવા માટે લોકો ખૂબ જ ઉત્સુક છે. વાસ્તવિક પરિણામો 4 જૂન, મંગળવારે આવશે, પરંતુ એક્ઝિટ પોલમાં કેટલીક બેઠકો પર આશ્ચર્યજનક પરિણામો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકોને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત, કન્હૈયા કુમાર, મનોજ તિવારી, પપ્પુ યાદવ જીતશે કે હારશે તે જાણવામાં ખાસ રસ છે.

18મી લોકસભા માટે 7 તબક્કામાં મતદાન થયું હતું અને છેલ્લાં તબક્કાનું મતદાન 1 જૂને સાંજે 6 વાગ્યે પુરુ થયું અને તેના અડધો કલાક પછી એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઇ ગયા હતા. મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDAને 355થી 385 બેઠકો મળી શકે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. કુલ 543 બેઠકો પર ચૂંટણી થઇ હતી, તેમાંથી સુરતની લોકસભા બેઠક બિનહરિફ જાહેર કરી દેવામાં આવી છે.બહુમત માટે કોઇ પણ પાર્ટીને 272 બેઠકો જીતવી પડે.

ઈન્ડિયા ટુડે-એક્સિસ મે ઈન્ડિયા એક્ઝિટ પોલ 2024 મુજબ, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડીથી જીતવાની પ્રબળ તક છે.

તમિલનાડુ ભાજપના પ્રમુખ અને પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા કે અન્નામલાઈ કોઈમ્બતુર સીટ ગુમાવી શકે છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ મે ઈન્ડિયા એક્ઝિટ પોલમાં આવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

ઈન્ડિયા ટુડે-એક્સિસ મે ઈન્ડિયા એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે નોર્થ ઇસ્ટ દિલ્હી બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કન્હૈયા કુમાર ચૂંટણી હારી રહ્યા છે.

કન્હૈયા કુમારની સામે નોર્થ ઇસ્ટ દિલ્હીના ભાજપના ઉમેદવાર મનોજ તિવારી હેટ્રીક મારશે. મતલબ કે તેઓ ત્રીજી વખત જીતી રહ્યા છે એવું એક્ઝિટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં બધાની નજર જે બેઠક પર હતી તેવી નગીના લોકસભા બેઠકના આઝાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ જીતશે તેવી ધારણા વ્યકત કરવામાં આવી છે.

બિહારની પૂર્ણિયા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવની જીતવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટી બાડમેર-જેસલમેર બેઠક પરથી જીતશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp