UPના પૂર્વ CM અખિલેશ યાદવ કન્નોજથી જ કેમ લડી રહ્યા છે ચૂંટણી

ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠકને હાઇ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ બેઠક પરથી લોકસભા 2024ની ચૂંટણી લડી રહ્યા છે. અખિલેશ UPમાં મુખ્યમંત્રી બન્યા તે પહેલાં આ બેઠક પરથી 3 વખત સાંસદ રહી ચૂક્યા છે.

અખિલેશ યાદવની સામે ભાજપના સુબ્રત પાઠક મેદાનમાં છે. કન્નૌજ લોકસભામાં કુલ 5 વિધાનસભા આવે છે, જેમાંથી 4 ભાજપના કબ્જામાં છે. આ બેઠક પર 16 ટકા મુસ્લિમ, 16 ટકા યાદવ, 15 ટકા બ્રાહ્મણ, 10 ટકા રાજપૂત અને અન્ય મતદારો 39 ટકા છે, જેમાં દલિત મતદારોની સંખ્યા વધારે છે.

1999માં કન્નૌજ અને સંભલ એમ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ ચૂંટણી લડેલા અને તેમણે કન્નૌજની બેઠક ખાલી કરી નાંખેલી. આ બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં અખિલેશ યાદવ જીતેલા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp