જેની 2 પત્નીઓ છે તેને મળશે 2 લાખ રૂપિયા, આ શું બોલી ગયા નેતાજી

PC: mptak.in

2024ની લોકસભાની ચૂંટણીનું ચોથા ચરણનું મતદાન 13 મેના રોજ થવાનું છે. તેના માટે બધી પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. નિવેદનબાજી ચરમ પર છે અને નેતા એક-બીજા પર ખૂબ આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન ઘણા નેતાઓની જીભ લપસી પણ રહી છે. મધ્ય પ્રદેશથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ ભૂરિયા સાથે પણ કંઈક એવું જ થયું, ત્યારબાદ તેઓ ચર્ચામાં છે. કાંતિલાલ ભૂરિયાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવા પર જેની 2 પત્નીઓ છે, તેના ઘરમાં 2 લાખ રૂપિયા આવશે.

કાંતિલાલ ભૂરિયા રતલામના સેલાનામાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના ઘોષણાપત્રને ખોટી રીતે મતદાતાઓને સમજાવી દીધું. મધ્ય પ્રદેશના રતલામ-ઝાબુઆ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ કહ્યું કે, 'ડરો નહીં, જે ડર્યું એ મર્યું. એટલે છાતી ઠોકીને વાત કરો અને 13 મેના રોજ કોંગ્રેસના નેતા, કાર્યકર્તા બધાને આગળ લાવો. કોંગ્રેસ સરકાર આવતા જ અમારું જે ઘોષણપત્ર છે, દરેક મહિલાના ખાતામાં 1-1 લાખ રૂપિયા જમા થશે. ઘરની બધી મહિલાઓને 1-1 લાખ ખબર છે કે નહીં, હવે જેમની 2 પત્નીઓ છે 2 લાખ જશે તેના ઘરમાં.' જો કે, 2 પત્નીઓવાળી વાત કહ્યા બાદ તેઓ હસવા લાગ્યા, પરંતુ તેમણે પોતાના મતદાતાઓને ખોટી જાણકારી આપી દીધી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અખિલેશ યાદવ સાથે એક રેલીમાં મહાલક્ષ્મી યોજના બાબતે બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે દરેક ગરીબ પરિવારોની એક લિસ્ટ બનાવીશું, જેમાં અમે ગરીબ મહિલાઓને પસંદ કરીશું, જેમના ખાતામાં દર મહિને 8 હજાર 500 રૂપિયા અને વર્ષના 1 લાખ રૂપિયા સરકાર મોકલાશે. જ્યાં સુધી એ પરિવાર ગરીબી રેખાથી બહાર આવી જતો નથી. રાહુલ ગાંધીના નિવેદનથી સ્પષ્ટ છે કે ગરીબી રેખાથી નીચેના પરિવારની માત્ર એક મહિલાને દર મહિને 8,500 રૂપિયા મળશે. જ્યારે કાંતિલાલ ભૂરિયાએ દરેક મહિલાઅને 1-1 લાખ રૂપિયા આપવાની વાત કહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp