ગાંધી પરિવાર સામે બાંયો ચઢાવનાર કપિલ સિબ્બલ કોર્ટમાં 1 હિયરિંગના લે છે રૂ....

PC: barandbench.com

કોંગ્રેસના નેતૃત્વને હાલમાં જ ચિઠ્ઠી લખીને પરિવર્તનનું સૂચન કરનારા 23 નેતાઓમાં સામેલ રહેલા કપિલ સિબ્બલ દેશના જાણીતા વકીલોમાંથી એક છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હોવા સાથે એડવોકેટના રૂપે પણ તેઓ પાર્ટીની ઘણી બધી મદદ કરે છે. અહીં સુધી કે પાર્ટીનાં સૂત્રો મુજબ, કોંગ્રેસ સાથે જોડાયેલા કેસોની હિયરિંગ માટે કોઈ ચાર્જ લેતા નથી જ્યારે, સુપ્રીમ કોર્ટમાં એક દિવસની હિયરિંગ માટે 8 લાખ રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધી ચાર્જ લે છે. એટલું જ નહીં એક અન્ય સીનિયર લીડર અભિષેક મનુ સિંધવી પણ એક દિવસની હિયરિંગ માટે 6 લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે, જ્યારે જાણીતા વકીલ હરીશ સાલ્વેની ફીસ 15 લાખ રૂપિયા સુધીની છે.

રસપ્રદ વાત એ છે કે, કેન્દ્રીય મંત્રી રહેવા દરમિયાન કપિલ સિબ્બલે કોઈ કેસ લડ્યો નહોતો પરંતુ, વર્ષ 2014ની ચૂંટણીમાં દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટથી હારીને તેમણે ફરી વકીલાતના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમણે બાર કાઉન્સિલ પાસે પોતાનું લાઈસન્સ રિન્યૂ કરાવ્યું હતું અને ફરી પોતાના વકીલાતના વ્યવસાયમાં પાછા ફર્યા હતા. તેમના સિવાય પી. ચિદમ્બરમ અને વીરપ્પા મોઇલી જેવા દિગ્ગજ વકીલોએ પણ કેન્દ્રીય મંત્રીના દાયિત્વમાંથી હટતા જ વકીલાતનો વ્યવસાય અપનાવી લીધો હતો. Live Mintના એક રિપોર્ટ મુજબ કપિલ સિબ્બલ મંગળવાર, બુધવાર અને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં થનારી હિયરિંગની ફીસ પ્રતિ દિવસ 11-15 લાખ રૂપિયા લે છે.

એ સિવાય સામાન્ય રીતે સોમવાર અને શુક્રવારે કેસની હિયરિંગની ફીસ ઓછી હોય છે. આ દિવસોમાં સુપ્રીમ કોર્ટ નવા કેસોની સુનાવણી કરે છે અને એ નક્કી કરે છે કે તેની નિયમિત સુનાવણી તે કરશે કે નહીં. જોકે ઘણીવાર કપિલ સિબ્બલ સહિત તમામ વકીલોના રેટમાં અંતર હોય છે. તેનું કારણ કેસની ગંભીરતા અને ક્લાઈન્ટ સાથે સંબંધ પણ હોય છે. જેમ કે ખૂબ જ ગંભીર કેસ થયા બાદ જો ક્લાઈન્ટ તેનો નજીકનો છે કે રાજનૈતિક સંબંધ છે. તો ઘણીવાર વકીલ તેની પાસે ચાર્જ ઓછો લે છે. હાલમાં જ થયેલા રાજસ્થાન સરકારના વિવાદ દરમિયાન કપિલ સિબ્બલે કોર્ટ રૂમમાં પૂરી રીતે ઉત્સાહિત દેખાયા અને શાનદાર રીતે સરકારનો પક્ષ રાખ્યો. જોકે આ પહેલું પ્રકરણ નથી જ્યારે કપિલ સિબ્બલે પોતાની પાર્ટી માટે પક્ષ રાખ્યો હોય. આ પહેલા રાજસ્થાનમાં BSPના ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થવાની અરજી પર પણ સિબ્બલે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp