કર્ણાટક સીમા વિવાદ, ગુજરાતમાં યોજનાઓનું પલાયન, એકનાથ શિંદે માટે રસ્તો આસાન નથી

PC: zeenews.india.com

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવીને ભાજપ સાથેના ગઠબંધનમાં સરકાર બનાવનાર એકનાથ શિંદે માટે અનેક પડકારો મોં ફાડીને ઉભા છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે તેમનો આગામી રસ્તો સરળ નહીં હોય. તેમની સામે કર્ણાટક સીમા વિવાદ અને મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાતમાં ચાલ્યા જવાના વિકરાળ પ્રશ્નો છે.

 મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેજા હેઠળ મહા વિકાસ અઘાડી સરકાર ચાલતી હતી અને એકનાથ શિંદેએ બળવો કરીને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી લીધા હતા અને ઠાકરેને ઉથલાવીને શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. MVA અને શિવસેના (UBT) એ નવી વ્યવસ્થા પર વળતો પ્રહાર કર્યો અને સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલાક કાનૂની પડકારો હજુ ઉભા છે.

વર્તમાન સંકેતો જોતા એવું લાગે છે કે જો  કોર્ટનો મામલો લાંબા સમય સુધી ખેંચાઇ શકે છે, પરંતુ ચુકાદો જો શિંદે અને ભાજપની વિરુદ્ધમાં જાય છે, તો મહારાષ્ટ્રમાં એક જ વિકલ્પ બચશે અને તે રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ છે. એ પછી રાજ્યમાં વચગળાની ચૂંટણી આવી શકે.

કોઈપણ સંભવિત પરિસ્થિતિમાં  શિંદે- ભાજપે હકાલપટ્ટીને કારણે મહા વિકાસ અઘાડીને મળનારી સહાનુભૂતિની સરખામણી સામે જનતામાં તેમની  વિશ્વસનીયતા સ્થાપિત કરવાની જરૂર પડશે. આ કોઈપણ ચૂંટણી માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે, ખાસ કરીને મુંબઈ સહિત અનેક મુખ્ય પાલિકાઓની આગામી સિવિક બોડીની ચૂંટણીઓ માટે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સામેના પડકારોની વાત કરીએ તો શિંદે-ફડણવીસ સરકાર બની એના થોડા સમય પછી મહારાષ્ટ્રની કેટલીક મહત્ત્વની ઔદ્યોગિક યોજનાઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર થઇ ગઇ. મહારાષ્ટ્ર સરકાર માટે આ એક મોટો ઝટકો હતો.

શિંદે સામે બીજો પડકાર એ આવીને ઉભો રહ્યો કે લાંબા સમયથી ચાલી રહેલો કર્ણાટક- મહારાષ્ટ્ર સીમા વિવાદનો મુદ્દો નવેમ્બર મહિનામાં રાજનીતિક અને ભાવાત્મક રીતે સામે આવી ગયો. અહીં મહારાષ્ટ્ર બેકફુટ પર જતું દેખાઇ રહ્યું છે. તેનાથી વિપરીત કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઇની નજર આગામી વિધાનસભાની ચૂંટણી પર ટકેલી છે. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ મામલામાં હસ્તક્ષેપ કરીને બંને રાજ્યોને સંયમ રાખવા અને મોટા મોટા દાવાઓ નહીં કરવા કહ્યું છે. અમિત શાહે બંને રાજ્યોની કહ્યું છે કે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી માહોલ ખરાબ કરવામાં ન આવે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર બંધ કરાવવાનો મુદ્દો ઉખેળ્યો હતો અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની ચિમકી આપી હતી. આંદોલનને સફળ થવાનો દાવો કરનાર અને શિંદે- ફડણવીસે પીઠ થબથબાવ્યા પછી પણ હજુ રાજ ઠાકરે લગભગ એક ડઝન જેટલી મોટી નગર પાલિકાની ચૂંટણી માટે શિંદે- ભાજપ સાથે ગઠબંધન કરવાથી ખચકાટ અનુભવી રહ્યા છે.

બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સંજય રાઉત જેલમાંથી બહાર આવ્યા પછી ફરી એકવાર ફુલ ફોર્મમાં દેખાઇ રહ્યા છે.

લવ-જેહાદ કાયદો ઘડવા માટે અહીં હોબાળો થયો હતો અને રાજ્યએ આંતર-ધાર્મિક લગ્નોની તપાસ કરવા અને છોકરીઓને ફસાવવામાં મદદ કરવા માટે એક પેનલની નિમણૂક કરીને પહેલું પગલું ભર્યું હતું. વર્ષના અંતમાં, રાજ્યના રાજ્યપાલના છત્રપતિ શિવાજી મહારાજ અને અન્ય ચિહ્નો પરના નિવેદનોએ નવો ખળભળાટ મચાવ્યો હતો, ખાસ કરીને ભાજપના કેટલાક નેતાઓએ સમાન નિવેદનો આપ્યા હતા.

 આ બધું જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે માર્ગ સરળ હોય તેવું દેખાતું નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp