વજુભાઈ વાળાએ ભાજપના બોપૈયાની પ્રોટેમ સ્પીકર તરીકે કરી નિમણૂક: કોંગ્રેસની નારાજગી

PC: hindustantimes.com

કર્ણાટકમાં એક દિવસ પહેલા CM પદની શપથ લેનારા બી.એસ.યેદિયુરપ્પા સરકારને હવે શનિવારના રોજ સાંજે 4 કલાકે પોતાની બહુમતી સાબિત કરવાની છે, એવામાં રાજ્યપાલે વિધાનસભાના સંચાલન માટે અસ્થાયી (પ્રોટેમ) સ્પીકર માટે BJPના ધારાસભ્ય કે.જી.બોપૈયાની પસંદગી કરી છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ અનપેક્ષિત રીતે બોપૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કર્યા છે અને તેમણે બોપૈયાને શપથ પણ અપાવી દીધી છે.

સાથે જ રાજ્યપાલે શનિવારે સવારે 11 કલાકે સ્પેશિયલ સેશન બોલાવ્યું છે. નવી સરકારને સાંજે 4 કલાક પહેલા બહુમતી હાંસલ કરવી પડશે. આ બાજુ કોંગ્રેસ અને JD(S) દ્વારા બોપૈયાની નિમણૂકનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સિવાય પ્રોટેમ સ્પીકરની નિયૂક્તિને લઈને JD(S) સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગઈ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp