કે.સી પટેલે કહ્યું- એ એમની જાતને દાદા સમજતા હોય તો એમને કહી દેજો કે બે જ દાદા છે

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે.ત્યારે ચૂંટણી પહેલા પાટણ કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાટણનું રાજકારણ ગરમાયું છે. વીડિયોમાં કિરીટ પટેલ જણાવી રહ્યા છે કે, કે.સી પટેલ તેમનો પેટ્રોલ પંપ ન બચાવી શક્યા તો આપડી ગાયોને કેવી રીતે બચાવશે? એ એમની જાતને દાદા સમજતા હોય તો એમને કહી દેજો કે આ દુનિયામાં બેજ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા છે.

પાટણ વિધાનસભા બેઠક પર ત્રી પાખીયો જંગ થવા જઈ રહ્યો છે ત્યારે ભાજપે રાજુલબેન દેસાઈને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ લાલેશ ઠક્કરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.ત્યારે ત્રણે ઉમેદવાર દ્વારા ગામડાઓ અને શહેર માં પ્રચાર પ્રસાર કરી મતદારો ને રિઝવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ તેમના સભાનો એક વીડિયો કારણે વિવાદમાં આવ્યા છે.

પાટણમાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જેને લઈ હાલમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર માટે સભાઓ યોજાઈ રહી છે. ત્યારે સબોસણ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન કિરીટ પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કિરીટ પટેલ જણાવી રહ્યા છે કે, કે.સી પટેલ તેમનો પેટ્રોલ પંપ ન બચાવી શક્યા તો આપડી ગાયોને કેવી રીતે બચાવશે. એ એમની જાતને દાદા સમજતા હોય તો એમને કહી દેજો કે આ દુનિયામાં બેજ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા છે.

કિરીટ પટેલે કહ્યું કે, 'તમે એવું સમજતા હોય કે અમે આમ કરી લઈશું, તો તમે પાંચમી તારીખ સુધી શાંતિ રાખજો, 8મી તારીખે આપડો વરઘોડો નીકળવાનો છે. નવમીએ આપડે આ દાદાઓનો હિસાબ કરી દઈશું.' તેવું કહેતો વીડિયો સોસીયલ મીડિયા માં વાઇરલ થયો છે. જેના કારણે પાટણ નું રાજકારણ ગરમાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp