કેજરીવાલે હાર સ્વીકારી લીધી, કહ્યું હવે 2029માં ભાજપને હરાવીશું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક નિવેદન આપ્યું છે તેના પરથી લાગે છે કે તેમણે લોકસભા 2024 પહેલાં જ હાર સ્વીકારી લીધી છે. કેજરીવાલે કહ્યુ કે, 2029માં આમ આદમી પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવશે અને ભાજપને ભારત મૂક્ત કરી દેશે.

અરવિંદ કેજરીવાલે હજુ થોડા દિવસો પહેલાં જ પંજાબની એક રેલીમાં કહ્યું હતું કે, ભાજપના લોકો ડરે છે કે 2024 લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ક્યાંક સરકાર ન બનાવી દે. હવે કેજરીવાલ કહે છે કે 2029માં ભાજપને હરાવીશું.

કેજરીવાલે કહ્યું કે, જો 2024માં અમે ભાજપને કેન્દ્રમાં રોકવામાં સફળ ન થઇએ તો 2029માં તો ચોક્કસ આમ આદમી પાર્ટી હરાવી દેશે અને ભાજપને ભારત મૂક્ત કરી દેશે. રાજકારણના જાણકારો આને કેજરીવાલના મુંગેરી લાલ કે હસીન સપનો સાથે સરખાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp