કેજરીવાલ ત્રીજી વખત દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, ભાજપ પર...

PC: hindustantimes.com

દિલ્હીની આમ આદમી પાર્ટીએ ફરી એકવાર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે હવે આ અંગે શનિવારે ચર્ચા થશે. અગાઉ ઓગસ્ટ 2022 અને માર્ચ 2023માં પણ આમ આદમી પાર્ટીની સરકાર વિશ્વાસ મત પ્રસ્તાવ લાવી ચૂકી છે. CM કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, વિધાનસભામાં આજે હું વિશ્વાસ મત રજૂ કરીશ. પ્રસ્તાવ લાવ્યા બાદ સ્પીકરે તેના પરની ચર્ચા શનિવાર માટે મુલતવી રાખી હતી. કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ત્રીજી વખત વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

હકીકતમાં, તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે AAP ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ભાજપ પર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ભાજપે આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલને પણ નોટિસ આપી હતી અને આ આરોપો અંગે પુરાવા માંગ્યા હતા.

દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મારી પાસે મારી પાર્ટીના બે ધારાસભ્યો આવ્યા હતા. બંને ધારાસભ્યોએ કહ્યું કે, ભાજપ વાળા મુખ્યમંત્રીની ધરપકડ કરી લેશે. ભાજપે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોને મનાવી લીધા છે અને 25 કરોડ રૂપિયા અને ટિકીટની ઓફર કરી છે. કેજરીવાલે કહ્યું કે, અમારી પાર્ટીના 21 ધારાસભ્યોએ પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેજરીવાલે વિધાનસભામાં આગળ કહ્યું કે, આ શરાબ કૌભાંડ જેવું કોઇ કૌભાંડ છે જ નહીં. આ લોકો ખોટા ખોટા કેસ કરીને સરકારો તોડી પાડે છે. કેજરીવાલે કહ્યુ કે, તેઓ આખી જિંદગીમાં દિલ્હીની ચૂંટણી જીતી શકશે નહીં. અમારો એક પણ ધારાસભ્ય તુટ્યો નથી.આ ગૃહને મંત્રી પરિષદમાં વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપને કોર્પોરેટ હાઉસ દ્વારા આપવામાં આવેલા ફંડની માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવા પર પણ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે પહેલા વિપક્ષી પાર્ટીઓને એજન્સી દ્વારા ડરાવવામાં આવ્યા અને ધમકી આપવામાં આવ્યા અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હવે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવશે. આ ભાજપનું મોટું ષડયંત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp