કેજરીવાલના પત્ની સુનિતાનો જે વીડિયો વાયરલ થયો તે રાજકારણનો મોટો સંકેત છે

PC: verdictum.in

અરવિંદ કેજરીવાલની ગુરુવારે EDના અધિકારીઓએ તેમના ઘરેથી ધરપકડ કરી અને શુક્રવારે કોર્ટમાં કેજરીવાલને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે કેજરીવાલના 28 માર્ચ સુધીના જામીન મંજૂર કર્યા છે. શનિવારે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી,જેમાં કેજરીવાલે જેલમાંથી આપેલો સંદેશો તેમણે વાંચી સંભળાવ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

કેજરીવાલે સંદેશો આપ્યો હતો કે, તમારો ભાઇ, તમારો દીકરો મજબુત છે, જલ્દી જેલમાંથી બહાર આવી જશે. જો કે આ વીડિયોનો એક મોટો રાજકારણનો સંકેત છે. અત્યારે સુધી AAP કે કેજરીવાલની કોઇ પણ વાત હોય તો દિલ્હી સરકારમાં મંત્રી આતિશી જ નિવેદન આપતા હતા, પરંતુ આજે સુનિતા કેજરીવાલ મીડિયા સામે આવ્યા. સુનિતા સક્રીય રાજકરાણમાં નથી. જાણકારોનું કહેવું છે કે કોઇ સંજોગોમાં કેજરીવાલ રાજીનામું આપે તો તેમની પત્ની સુનિતા દિલ્હીના મુખ્યમંત્રી બની શકે છે આ એક મોટો સંકેત આમાં જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp