PM મોદી સાથે ઘરોબો ધરાવતા દિલીપ સંઘાણી વિશે જાણો

PC: indiancooperative.com

ગુજરાતના સહકારી આગેવાન દિલીપ સંઘાણી છેલ્લાં કેટલાંક સમયથી IFFCOની ચૂંટણીને કારણે ચર્ચામાં છે. ત્યારે દિલીપ સંઘાણીની રાજકીય સફર વિશે તમને માહિતી આપીશું.PM મોદી સાથેની દોસ્તી તેમને ફળી છે.

દિલીપ સંઘાણીનું મુળ વતન માળિલા છે. તેમણે પ્રાથમિક અભ્યાસ ચલાલા, માળીસા, શોભાવડલા અને ચિત્તલમાં કર્યો હતો. 6ઠ્ઠા ધોરણ પછી તેઓ અમરેલી આવી ગયા હતા.જ્યારે દિવગંત નેતા ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી તે વખતે સાંઘાણીએ કોલેજોમાં હડતાળ પડાવી હતી. તે વખતે તેમને મીસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કેશુભાઇની સરકાર ઉથલાવવામાં દિલીપ સંઘાણીનો મોટો રોલ હતો. એ પછી તેઓ થોડો સમય માટે હાંસિયમાં ધકેલાઇ ગયા હતા, પરંતુ ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમનો ફરી સમય આવ્યો અને કેબિનેટ મંત્રી બન્યા હતા. સંઘાણી 2 વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહ્યા છે.

PM મોદી જ્યારે સંગઠનના કામ માટે દિલ્હી જતા ત્યારે દિલીપ સંઘાણીના બંગલામાં જ રોકાતા હતા. આજની તારીખે પણ સંઘાણીનો પ્રધાનમંત્રી સાથે ઘરોબો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp