રાહુલ ગાંધીની વાયનાડ અને રાયબરેલી સીટ વિશે જાણો

PC: financialexpress.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી એમ બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલીની બેઠક પર કોંગ્રેસે ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે રાહુલને મેદાનમાં ઉતાર્યા હતા.

કેરળના વાયનાડમાં રાહુલની સામે ભાજપે કે, સુરેન્દ્રનને ટિકિટ આપેલી છે. વાયનાડમાં 26 એપ્રિલે મતદાન થયું હતું. વાયનાડ લોકસભા બેઠક 2009માં બની ત્યારથી કોંગ્રેસના કબ્જામાં છે. વર્ષ 2009 અને વર્ષ 2014માં કોંગ્રેસની ટિકિટ પર જીતેલા, પરંતુ 2018માં પેટા ચૂંટણીમાં રાહુલ ગાંધી જીતેલા અને સાસંદ બનેલાં.

રાયબરેલી બેઠક ગાંધી પરિવારનો ગઢ કહેવામાં આવે છે. સોનિયા ગાંધી આ બેઠક પરથી 4 વખત સાંસદ બન્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીની સામે ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહ મેદાનમાં છે. તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. રાયબરેલીમાં 45 ટકા હિંદુ અને 45 ટકા મુસ્લિમ વસ્તી છે. 20 મેના દિવસે આ બેઠક પર મતદાન થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp