કેન્દ્રના આ 5 પાવરફુલ મંત્રાલયોની સત્તા અને બજેટ વિશે જાણો
લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળી હોવા છતા જે પાવરફુલ મંત્રાલયો કહેવાય છે તે ભાજપે પોતાની પાસે જ રાખ્યા છે.ગૃહ મંત્રાલય જેના કેબિનેટ મંત્રી અમિત શાહ છે અને રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય અને બંદી સંજય કુમાર છે. પ્રધાનમંત્રી ગેરહાજર હોય ત્યારે દેશની સત્તા ગૃહ મંત્રી પાસે હોય છે. 2.03 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવે છે.
નાણા મંત્રાલયના કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણ છે અને રાજ્ય મંત્રી પંકજ ચૌધરી છે. બધા મંત્રાલયોને બજેટ ફાળવવાનું કામ કરે છે. 2024-25માં 47.6 લાખ કરોડનું બજેટ બધા મંત્રાલયો વચ્ચે ફાળવવવામાં આવ્યું હતું. RBI, સરકારી બેંકો , ખાનગી બેંક પર સીધો અંકુશ ધરાવે છે.
સંરક્ષણ મંત્રાલયના કેબિનેટ મંત્રી રાજનાથ સિંહ છે અને રાજ્ય મંત્રી તરીકે સંજય શેઠ છે. આ મંત્રાલયને 6.02 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. બાહ્ય પરિબળો સામે સુરક્ષાની જવાબદારી હોય છે.
વિદેશ મંત્રાલયના કેબિનેટ મંત્રી એસ. જયશંકર છે અને રાજ્ય મંત્રી કિર્તીવર્ધન સિંહ અને પબિત્રા માર્ગેરિટા છે. બજેટ 22,154 કરોડ રૂપિયા હોય છે.
કૃષિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે અને રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી અને રામનાથ ઠાકુર છે. 1.27 લાખ કરોડનું બજેટ મળેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp