જાણો, સૌરાષ્ટ્ર-કચ્છના લોકસભાના 8 ઉમેદવારો કેટલું ભણેલા છે?

સૌરાષ્ટ્ર અને કચ્છ લોકસભા બેઠકો પર 16 મુખ્ય 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, જેમાં 5 ઉમેદવારોને બાદ કરતા 11 ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા ઉચ્ચ ડીગ્રી ધરાવે છે. ઉંમરની દ્રષ્ટ્રિએ પરષોત્તમ રૂપાલા સૌથી મોટા છે જ્યારે કચછના ઉમેદવાર નિતેશ લાલણ સૌથી નાની વયના છે.

રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા બીએસસી બી.એડ ભણેલા છે અને 72 વર્ષના છે. એમની સામે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બી. કોમ. ભણેલા છે અને 48 વર્ષના છે. પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયા પી.એચ.ડી થયેલા છે તો એમની સામેના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા એસ.વાય. બી.કોમ થયેલા છે. કચ્છની બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા એમ.એ. બી.એડ. એલ.એલ.બી. સુધી ભણેલા છે અને તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ લાલણ 12 પાસ છે અને માત્ર 30 વર્ષના છે.

જામનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ બી.એસ.સી. બી.એડ. થયેલા છે અને તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ મારવિયા બી,કોમ, એલ,એલ. બી થયેલા છે. અમેરલીમાં ભાજપના ભરત સુતરીયા 10 પાસ છે અને તેમની સામે કોંગ્રેસના જેની ઠુંમ્મર લંડનથી MBA થયેલા છે. જૂનાગઢથી ભાજપના રાજેસ ચુડાસમા એસ.વાય.બીકોમ અને કોંગ્રેસના હીરા જોટવા બી.એ. ભણેલા છે.

સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુ શિહારો 12 પાસ અને કોંગ્રેસના રૂત્વીક મકવાણા બી.એડ. થયેલા છે. ભાવનગરથી ભાજપના નિમુબેન બાંભણીયા બી.એસ.સી બી.એડ અને AAPના ઉમેશ મકવાણા બી.એ, બી.એડ થયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp