એક્ઝિટ પોલ પર પોલિટિકલ એનાલિસ્ટ પ્રશાંત કિશોર (PK)એ જાણો શું કહ્યું?

PC: twitter.com

રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોર (PK)એ લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે હવે જ્યારે ચૂંટણી કે રાજકારણની વાત આવે તો ‘ફેક પત્રકારો’, વાચાળ રાજકારણીઓ, અને બની બેઠેલો વિશેષજ્ઞોની બેકાર વાતો અને વિશ્લેષણ પાછળ સમય નહીં બગાડવા માટે જનતાને અપીલ કરી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા સહિત મોટાભાગના ઓપિનિયન પોલમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAની જંગી જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે.પ્રશાંત કિશોરે પોતે કહ્યું છે કે ભાજપને આટલી બેઠકો મળશે.

લગભગ તમામ એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિક્રમી ત્રીજી ટર્મ અને ભાજપની આગેવાની હેઠળના NDA માટે જંગી જીતની આગાહી કરી છે. ઈન્ડિયા ટુડે-માય એક્સિસ ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભા ચૂંટણી 2024માં NDAને 361 થી 401 બેઠકો મળવાની સંભાવના છે.

ઈન્ડિયા ટુડે-માય એક્સિસ ઈન્ડિયા એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે વિપક્ષની આગેવાની હેઠળનું INDIA ગઠબંધન 131 થી 166 બેઠકો સુધી સમેટાઇ શકે છે. હવે, જો 4 જૂને જાહેર થનારા પરિણામોમાં આ એક્ઝિટ પોલના આંકડા સાચા હશે, તો ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે.

અન્ય એક્ઝિટ પોલ જેમ કે, ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સ, રિપબ્લિક ટીવી-પી માર્ક, રિપબ્લિક ભારત-મેટ્રિક્સ અને જન કી બાતે પણ ભાજપની આગેવાની હેઠળના NDAની જીતની આગાહી કરી છે અને તેને 365 બેઠકો જીતવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપ કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા દક્ષિણી રાજ્યોમાં નોંધપાત્ર લીડ મેળવી રહી છે.ઓડિશા અને બંગાળમાં ભારે ઉથલપાથલના સંકેત મળ્યા છે. આ બે રાજ્યોમાં, ભગવા પાર્ટીને અનુક્રમે નવીન પટનાયકની બીજેડી અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પર સરસાઈ આપવામાં આવી છે.

પ્રશાંત કિશોરે આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ આ વખતે 2019ના તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે. પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પાર્ટી માટે સાથી પક્ષોની મદદથી 400નો આંકડો પાર કરવો મુશ્કેલ બનશે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપનું ગઠબંધન NDAને 370થી વધુ બેઠકો નહીં મળે પરંતુ તે 270ના આંકડાથી નીચે નહીં જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp