કોંગ્રેસમાં જોડાયેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ જાણો શું કહ્યું?
દેશના જાણીતા પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. છેલ્લાં ઘણા દિવસથી આ બંને પહેલવાનો વિશે ચર્ચા ચાલતી જ હતી કે હવે તેઓ રાજકીય અખાડામાં કુસ્તીદાવ કરવા આવી રહ્યા છે.
કોંગ્રેસના હેડ ક્વાર્ટરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિનેશ ફોગાટે કહ્યું કે, ખરાબ સમયમા જ ખબર પડે કે તમારી સાથે કોણ છે. જ્યારે અમને રસ્તા પર ઘસડવામાં આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીઓઓએ અમને સપોર્ટ આપ્યો હતો. માત્ર ભાજપે જ સહકાર નહોતો આપ્યો. હું ગૌરવ અનુભવી રહી છું કે, હું એવી પાર્ટીમાં જોડાઇ રહી છું જે મહિલાઓ સામે થઇ રહેલા અત્યાચાર માટે સડકથી સંસદ સુધી લડત ચલાવે છે. બજરંગ પુનિયાએ કહ્યુ કે, અમે જ્યારે લડત ચલાવી હતી ત્યારે ભાજપની મહિલા સાંસદોને પણ પત્ર લખ્યા હતા, પરંતુ કોઇએ અમને સપોર્ટ નહોતો કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp