કોણ છે આરતી પ્રભાકર, જે બાઈડેન સરકારના સાયન્સ એડવાઇઝર બન્યા?
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના વિજ્ઞાન સલાહકાર તરીકે ભારતીય મૂળના ડૉક્ટર આરતી પ્રભાકરની નિમણૂંક કરી છે. આરતી પ્રભાકરને ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી (OSTP)ના ડિરેક્ટર તરીકે નામિત કરવામાં આવ્યા છે. આરતી OSTPને લીડ કરનારા પહેલા મહિલા અપ્રવાસી બની ગયા છે.
કોણ છે આરતી પ્રભાકર?
નવી દિલ્હીમાં જન્મેલા આરતી, લુબોક અને ટેક્સાસમાં મોટા થયા છે. વર્ષ 1979માં તેમણે ટેક યુનિવર્સિટીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 1980માં ઇલેક્ટ્રિક એન્જિનિયરીંગમાં માસ્ટર ઓફ સાયન્સ અને વર્ષ 1984માં ઓફિસ ઓફ ટેક્નોલોજી અસેસમેન્ટ સાથે કોંગ્રેસની ફેલોશિપ પ્રાપ્ત કરી હતી. આરતીએ ડિફેન્સ એડવાઇઝ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (DARPA) સાથે જોડાઈને નવી ટેક્નિક અને બિઝનેસના ક્ષેત્રમાં કામ કરવાની શરૂઆત કરી.
ત્યારબાદ તેઓ DARPAના માઇક્રો ઇલેક્ટ્રિક ટેક્નોલોજી ઓફિસના ફાઉન્ડિંગ ડિરેક્ટ બન્યા. આ દરમિયાન આરતી પ્રભાકરે મિલેટ્રી સિસ્ટમ્સમાં નવા એડવાંન્સ સેમિકંડક્ટર્સ ટેક્નોલોજી સાથે જોડાયેલા કાર્યક્રમોની શરૂઆત કરી અને ડિરેક્શન કર્યું. ત્યારબાદ આરતી પ્રભાકરને વર્ષ 1993માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડસ એન્ડ ટેક્નોલોજી (NIST)ના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી. તેઓ તેના પ્રમુખ બનનારા પહેલા મહિલા છે જેમણે એપ્લાઇડ ફિઝિક્સમાં Caltechથી ડાયરેક્ટ કર્યું. અહીં કામ કર્યા બાદ આરતી પ્રભાકર સિલિકોન વેલી તરફ ગયા, જ્યાં તેમને પહેલી વખત ચીફ ટેક્નોલોજી ઓફિસર બનાવવામાં આવ્યા.
તેમણે રેકેમમાં ઉપાધ્યક્ષ અને ઇન્ટરવલ રિસર્ચના અધ્યક્ષ તરીકે કામ કર્યું. ગ્રીન ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં પોતાના કરિયરને આગળ વધારતા આરતી પ્રભાકર વર્ષ 2001માં એ અમેરિકન વેન્ચર્સ પાર્ટનર્સ સાથે જોડાયા. સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં કામ કરવાના ઉદ્દેશ્યથી આરતીએ વર્ષ 2019માં એક ગેર લાભકારી સંસ્થાની શરૂઆત કરી. આરતી OSTPમાં એરિક લેન્ડરની જગ્યા લેશે. એરિકે ફેબ્રુઆરી 2022ના વર્કપ્લેસમાં ખરાબ વાતાવરણના આધાર પર રાજીનામું આપી દીધું હતું. રિપોર્ટ્સ જણાવે છે કે, તેઓ જો બાઈડેન સાથે કેન્સર મૂનશૉટ ઈનિશિએટિવ પર કામ કરવાના છે.
ડૉ. આરતી પ્રભાકરની નિમણૂંક કરતા જો બાઈડેને કહ્યું કે, તેઓ એક શાનદાર અને ખૂબ જ સન્માનિત એન્જિનિયર અને વ્યાવહારિક ભૌતિક વૈજ્ઞાનિક છે. અમારી સંભાવનાઓનો વિસ્તાર કરવા, અમારા સૌથી મુશ્કેલ પડકારોને હલ કરવા અને અસંભવને સંભવ બનાવવા માટે અને તેમની સાથે જ વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવાચારનો લાભ ઉઠાવવા માટે ડૉ. આરતી પ્રભાકર વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ કાર્યાલયનું નેતૃત્વ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp