'સંવિધાન પણ બદલવું પડશે..', વધુ એક BJP નેતાએ સંવિધાન બદલવાની કરી માગ

PC: timesnownews.com

ફૈઝાબાદ અયોધ્યાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર લલ્લુ સિંહે લોકસભાની ચૂંટણી વચ્ચે એક વિવાદિત નિવેદન આપ્યું છે. લલ્લુ સિંહે સંવિધાનને બદલવાને લઈને નિવેદન આપતા કહ્યું કે, નિયમ બદલવો પડશે અને સંવિધાન પણ બદલવું પડશે. લલ્લુ સિંહના આ નિવેદને રાજનીતિક માહોલ ગરમ કરી દીધો છે. લલ્લુ સિંહે કહ્યું કે, સરકાર બનવા માટે 272 સાંસદ જોઈએ, પરંતુ સંવિધાનમાં સંશોધન કે સંવિધાન બદલવા માટે 2 તૃતીયાંશ બહુમત જોઈએ, નિયમ બદલવો પડશે અને સંવિધાન પણ બદલવું પડશે.

ભાજપના ઉમેદવારના નિવેદન પર કોંગ્રેસ નેતા પવન ખેડાએ પ્રહાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, આજે આંબેડકર જયંતી છે. એક દિવસ અગાઉ મોદીજીએ કહ્યું હતું કે, સ્વયં આંબેડકરજી પણ આવી જાય તો સંવિધાન નહીં બદલી શકે. હવે અયોધ્યાથી ભાજપના વર્તમાન સાંસદ લલ્લુ સિંહ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે સંવિધાન બદલવાનું છે એટલે 400 સીટો જીતવી પડશે. પવન ખેડાએ અગાળ સવાલ કરતા કહ્યું કે, મોદીજી તેમને દિલથી માફ કરી શકશે?

આ અગાઉ પણ ભાજપના સાંસદ અનંતકુમાર હેદડેએ સંવિધાન બદલવાને લઈને નિવેદન જાહેર કર્યું હતું. ત્યારબાદ જ્યોતિ મિર્ધા જેમને પાર્ટીએ રાજસ્થાનના નાગોરથી ટિકિટ આપી છે, તેમણે પણ સંવિધાન બદલવાને લઈને નિવેદન આપ્યું હતું. જ્યોતિ મિર્ધાએ 30 માર્ચે રાજસ્થાનના નાગોરમાં એક સંબોધન દરમિયાન કહ્યું હતું કે દેશ હિતમાં કેટલાક નિર્ણય લેવા પડે છે. તેમના માટે આપણને સંવિધાનમાં બદલાવ કરવા પડે છે, પરંતુ સંવિધાનની અંદર આપણે કોઈ બદલાવ કરવાનો હોય તો તમારામાંથી ઘણા લોકો જાણે છે કે તેના માટે આપણાં બંને જે સદન છે, લોકસભા અને રાજ્યસભા, તેની અંદર સહમતી જોઈતી હોય છે.

ફૈઝબાદ લોકસભા સીટથી ભાજપે ત્રીજી વખત લલ્લુ સિંહ પર ભરોસો દેખાડ્યો છે. લલ્લુ સિંહે વર્ષ 2019માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આનંદ સેન યાદવ સામે 65,477ના અંતરથી જીત હાંસલ કરી હતી. તો વર્ષ 2014માં સપાના મિત્રસેન યાદવ અને લલ્લુ સિંહ વચ્ચે સખત સ્પર્ધા હતી અને લલ્લુ સિંહે બાજી મારી લીધી હતી. દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જ રાજનીતિક માહોલ ગરમ છે. બધી પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે દમખમ લગાવતી નજરે પડી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલે પહેલા ચરણનું મતદાન થશે અને 4 જૂન વૉટોની ગણતરી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp