RJDનું મિશન 16, નીતિશને મોટો ઝટકો આપવા લાલુ અને તેજસ્વીએ બનાવ્યો આ ગેમ પ્લાન
બિહારમાં જનતા દળ યુનાઈટેડ (JDU) અને ભાજપના ગઠબંધનના સમાચારો વચ્ચે નીતિશ કુમાર અને તેજસ્વી વચ્ચે તણાવ વધતો જઇ રહ્યો છે. આ દરમિયાન RJD હવે નીતિશ કુમારને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે અને તેના માટે તેણે ગેમપ્લાન તૈયાર કર્યો છે. RJDને ખબર છે કે તે સંખ્યાબળ પર નીતિશ કુમારને સરકાર બનાવતા રોકી શકે છે એટલે હવે RJD વિધાનસભામાં મોટો ખેલ કરવાની તૈયારી કરી રહી છે. RJDનો ગેમ પ્લાન એ છે કે 5 ફેબ્રુઆરીથી બિહાર વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે.
વિધાનસભા સત્ર દરમિયાન જ્યારે નીતિશ કુમાર વિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશે, તો એ દરમિયાન JDUના કેટલાક ધારાસભ્યોને વોટિંગ દરમિયાન અનુપસ્થિત કરાવી દે કે પછી તેમની પાસેથી પહેલા ઓછામાં ઓછા 16 ધારાસભ્ય જો રાજીનામું આપી દે છે તો પછી બિહાર વિધાનસભાનું સંખ્યાબળ 243થી ઘટીને 227 પર આવી જશે અને પછી નીતિશ કુમારની સરકાર પડી જશે. 16 ધારાસભ્યોના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ 227 રહી જશે અને મહાગઠબંધનમાં 114 ધારાસભ્ય છે.
તો પછી નીતિશ કુમારની સરકાર પડ્યા બાદ તેજસ્વી યાદવ સરકાર બનાવી શકે છે. સવાલ એ ઉઠે છે કે અંતે JDUના 16 ધારાસભ્ય રાજીનામું કેમ આપશે? તેનો જવાબ એ છે કે આગામી 1 વર્ષમાં બિહારમાં 4 ચૂંટણી થવાની છે. લોકસભાની ચૂંટણી, રાજ્યસભાની ચૂંટણી, MLC ચૂંટણી અને પછી આગામી વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ 16 ધારાસભ્યોને RJD તરફથી સેટ કરવાની ઓફર આપી શકાય છે. તેમને પ્રલોભન આપી શકાય છે કે કેટલાકને રાજ્યસભામાં મોકલી આપવામાં આવશે, કેટલાકને લોકસભાની ટિકિટ આપવામાં આવશે, કેટલાકને MLC બનાવી દેવામાં આવશે અને મંત્રી બનાવી દેવામાં આવશે અને કેટલાકને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાનો વાયદો કરી શકાય છે.
સૌથી મોટો સવાલ એ છે કે, શું લાલુ અને તેજસ્વી JDUના 16 ધારાસભ્યોને રાજીનામું અપાવવા સફળ થઈ શકશે? બિહાર વિધાનસભાના નંબર ગેમની વાત કરીએ તો 243 સભ્યોવાળા સદનમાં બહુમત માટે જરૂરી જાદુઇ આંકડો 122 ધરાસભ્યોનો છે. RJD સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી અને તેને 79 સીટો મળી, જ્યારે બીજા નંબર પર ભાજપ રહી, જેને 78 ઉમેદવારોને જીત મળી. ત્રીજા નંબર પર JDU છે, જેના 45 ધારાસભ્ય છે.
સત્તાધારી ગઠબંધનના વધુ એક ઘટક કોંગ્રેસના વિધાનસભામાં 19 સભ્ય છે. માલેના સભ્યોની સંખ્યા 12 છે. તો NDAના ઘટક HAMના 4 ધારાસભ્ય છે. વામપંથી પાર્ટીઓમાં CPIના 2 અને CPMના પણ 2 ધારાસભ્ય છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના એક ધારાસભ્ય છે, જ્યારે વર્ષ 2020ની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવારને પણ જીત મળી હતી. RJD, કોંગ્રેસ અને લેફ્ટ ત્રણેયના ધારાસભ્યોની સંખ્યા જોડી લઇએ તો સંખ્યા 114 પહોંચે છે જે બહુમતના આંકડા માટે જાદુઇ આંકડાથી 8 ઓછા છે.
ભાજપના નેતૃત્વવાળા NDAની વાત કરીએ તો ગઠબંધનની આગેવાની કરી રહેલી પાર્ટીના 78 ધારાસભ્ય છે. જિતન રામ માંઝીની આગેવાનીવાળી HAM પાસે 4 ધારાસભ્ય છે. નીતિશ કુમારને માઇનસ કરીને જોઈએ તો NDAના ધારાસભ્યોની સંખ્યા 82 પહોંચે છે. અસદુદ્દી ઓવૈસીનીની પાર્ટીના એક ધારાસભ્ય છે જે ન NDAમાં સામેલ છે અને ન મહાગઠબંધનમાં. આંકડાઓના આઇનામાં જોઈએ તો NDA હોય કે મહાગઠબંધન, નીતિશ કુમારની પાર્ટી જે તરફ જાય એ તરફ સરકાર સરળતાથી બની અને બચી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp