લાલૂએ એવું શું કહ્યુ કે મોદીના નારા પર ભાજપના બધા નેતાઓએ લખ્યું- મોદી કા પરિવાર

PC: news18.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ પર પલટવાર કરતા કહ્યું કે, મારા પરિવારને લઈને મારા પર પ્રહાર કર્યો, પરંતુ હવે આખો દેશ બોલી રહ્યો છે 'મેં હું મોદી કા પરિવાર'. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારાના તુરંત બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, ભારતીય જનતા પાર્ટી (BJP) અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પોતાના સોશિયલ મીડિયા પર પ્રોફાઇલનું નામ બદલી દીધું છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત હુમલા કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, 'મોદી શું છે? મોદી કોઈ વસ્તુ નથી. મોદી પાસે તો પરિવાર જ નથી. અરે ભાઈ તમે બતાવો કે તમારા પરિવારમાં કોઈ સંતાન કેમ ન થયું. વધુ સંતાન થનારા લોકોને કહે છે કે પરિવારવાદ છે, પરિવાર માટે લડી રહ્યો છું. જો નરેન્દ્ર મોદીનો પરિવાર નથી તો આપણે શું કરી શકીએ છીએ. તેઓ રામ મંદિર બાબતે ડિંગા હાંકતા રહે છે. તેઓ એક સાચા હિન્દુ પણ નથી. હિન્દુ પરંપરામાં એક પુત્રએ પોતાના માતા-પિતાના નિધન પર પોતાના માથા અને દાઢીનું મુંડન કરાવવું જોઈએ. મોદીએ ત્યારે એમ ન કર્યું, જ્યારે તેમની માતાનું મોત થઈ ગયું. આ પ્રકારે લાલુએ મોદી પર ટિપપણી કરી હતી.

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલુ પ્રસાદ યાદવને પોતાના જ અંદાજમાં જવાબ આપ્યો છે અને એક નવો નારો આપી દીધો છે, જેને લઈને હવે મોદી સરકારના મંત્રી ખૂબ એક્ટિવ થઈ ગયા છે અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના પ્રોફાઇલ નામમાં 'મોદી કા પરિવાર' જોડી રહ્યા છે. આ પ્રકારે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ વી.ડી. શર્મા સહિત ભાજપના ઘણા નેતાઓએ પોતાના પ્રોફાઇલનું નામ બદલી દીધું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારું જીવન ખુલ્લુ પુસ્તક છે. એક સપનું લઈને મેં બાળપણમાં ઘર છોડ્યું હતું કે હું દેશવાસીઓ માટે જીવીશ. મારી પળેપળ માત્ર તમારા માટે હશે. મારું કોઈ અંગત સપનું નહીં હોય. તમારું સપનું જ મારો સંકલ્પ હશે. તમારા સપના પૂરા કરવા માટે જિંદગી ખપાવી દઇશ. દેશના કોટિ કોટિ લોકો મને પોતાનો માને છે. પોતાના પરિવારના સભ્યની જેમ માને છે. 140 કરોડ દેશવાસી એ મારો પરિવાર છે. વડાપ્રધાને તેલંગાણામાં કહ્યું કે, આ યુવાનો, મારો પરિવાર છે. દેશની કરોડો દીકરીઓ, માતાઓ, બહેનો એ જ મારો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. જેનું કોઈ નથી, એ પણ મોદીના છે અને મોદી તેના છે. મારો ભારત, મારો પરિવાર છે. તમારા માટે જીવી રહ્યો છું અને ઝઝૂમતો રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp