5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો લેટેસ્ટ સરવે, જાણો ક્યા રાજ્યમાં કંઇ પાર્ટીની સરકાર

PC: hindustantimes.com

દેશના 5 રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલગાંણા અને મિઝોરમમાં વિધાનસભાની થવાની છે અને બધી પાર્ટીઓનો ચૂંટણી પ્રચારનો શોરબકોર શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર રેલીઓ શરૂ થઈ ગઈ છે. અમિત શાહથી લઈને જેપી નડ્ડા સુધી ચૂંટણી રાજ્યોમાં ભાજપને જીત અપાવવા માટે આગેવાની લીધી છે. રાહુલ ગાંધીથી લઈને પ્રિયંકા ગાંધી કોંગ્રેસને જીત અપાવવા માટે મેદાનમાં છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મેદાનમાં છે. હવે એજન્સીઓનો આ 5 રાજ્યોનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે, જેમાં કોનું પલ્લું ભારી છે તે જાણીએ.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સપા, બસપા અને આમ આદમી પાર્ટી પણ પોતાની કોશિશ કરી રહી છે, પરંતુ આ ત્રણેય રાજ્યોમાં મુખ્યત્વે સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

ચૂંટણીની વાત કરીએ તો મિઝોરમમાં સૌથી પહેલા 7 નવેમ્બરે મતદાન થવાનું છે. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. માત્ર મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે. તમામ 5 રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. જ્યાં 7મી નવેમ્બરે મતદાન છે ત્યાં આવતીકાલે સાંજે પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ જશે.

C વોટર અને Abp ન્યૂઝ ચેનલે સંયુક્ત રીકે એક ઓપિનિયલ પોલ હાથ ધર્યો હતો જેમાં, લગભગ 63 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ વાતચીત 9 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે થઈ હતી. સર્વેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

રાજસ્થાનની વાત કરીએ તો અહીં લેટેસ્ટ સર્વેમાં ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં કુલ 200 બેઠકો છે, જેમાંથી ભાજપને 114-124 બેઠકો, કોંગ્રેસને 67-77 બેઠકો અને અન્યને 5થી 13 બેઠકો મળી શકે છે.

છત્તીસગઢની વાત કરીએ તો અહીં કુલ 90 બેઠકો છે. અહીં કોંગ્રેસનું પલ્લું મજબુત દેખાઇ રહ્યું છે. છત્તીસગઢમાં કોંગ્રેસને 45-51 બેઠકો મળી શકે, જ્યારે ભાજપને 36-42 સીટ મળી શકે, જ્યારે અન્ય પક્ષોને 2-5 સીટ મળવાની સંભાવના છે.

મિઝોરમની વાત કરીએ તો અહીં કુલ 40 બેઠકો છે. જેમાંથી MNFને 17-21 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 6-10, ZPMને 10-14 જ્યારે અન્ય પક્ષને 0થી 2 બેઠકો મળી શકે છે.

તેલંગાણામાં કુલ 119 બેઠકો છે, અહીં BRSનું પલ્લું ભારે છે, પરંતુ કોંગ્રેસ ટકકર આપતી નજરે પડી રહી છે. BRSને 49-61 બેઠકો, કોંગ્રેસને 43-55 અને ભાજપને 5-11 અને અન્ય પક્ષોને 4-10 બેઠકો મળી શકે છે.

મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં કોંગ્રેસનું પલ્લું ભારે થતું જણાય છે. સર્વેમાંજણાવ્યા મુજબ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 118-130, જ્યારે ભાજપને 99-111 બેઠકો મળી શકે છે જ્યારે અન્ય પક્ષોને 0થી 2થી 2 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp