લોકસભામાં 48 વર્ષ પછી ચૂંટણી થઇ, ઓમ બિરલા સ્પીકર બન્યા, જાણો, શું સુવિધા મળે?
જે પ્રમાણે ધારણા હતી તે પ્રમાણે બુધવારે લોકસભાના સ્પીકર તરીકે ફરીથી ઓમ બિરલાની વરણી થઇ. પ્રો ટેમ સ્પીકરે ધ્વનિ મતથી ઓમ બિરલાને સ્પીકર તરીકે જાહેર કર્યા. દેશના ઇતિહાસમાં 48 વર્ષ પછી એવું બન્યુ કે લોકસભાના સ્પીકરની ચૂંટણી કરવી પડી.
આ પહેલાં 1952માં પહેલી લોકસભામાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ પુરુષોત્તમ માવલંકરના નામની દરખાસ્ત મુકી હતી તે વખતે અન્ય એક સાંસદ મોરેની દરખાસ્ત પણ આવી ત્યારે સ્પીકર પદ માટે ચૂંટણી થયેલી અને ગુજરાતના પુરુષોત્તમ માવલંકર પહેલાં સ્પીકર બન્યા હતા. 1976માં ઇંદિરા ગાંધીએ બી આર ભગતના નામની દરખાસ્ત મુકેલી અને અન્ય એક સાંસદ જગન્નાથના નામની દરખાસ્ત આવેલી ત્યારે ચૂંટણી થયેલી અને બી આર ભગત જીતેલા.
આ વખતે કોંગ્રેસે માંગ કરી હતી કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં નહીં આવશે તો સ્પીકર માટે તેઓ ઉમેદવાર ઉભો રાખશે.
લોકસભાના સ્પીકરને દર મહિને 1 લાખ રૂપિયા પગાર તરીકે અને 72,000 રૂપિયા ભથ્થા તરીકે મળે છે અને હવાઇ મુસાફરી સહિતની અનેક સુવિધાઓ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp