લોકસભા: ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભાજપને મોટું નુકશાન કેમ થયું?

PC: businesstoday.in

લોકસભા 2024ની ચૂંટણીના જે પરિણામો જાહેર થયા તેમાં મહારાષ્ટ્રમાં ભાજપના ગઠબંધનને મોટો ફટકો પડ્યો. કુલ 48 બેઠકોમાંથી ભાજપને 9, શિંદે શિવસેનાને 7 અને અજિત પવારની એનસીપીની 1 સહિત કુલ 17 બેઠકો મળી. જ્યારે મહાવિકાસ અઘાડીને કુલ 30 બેઠકો મળી, જેમાં શિવસેના ઉદ્ધવને 9, શરદ પવારની એનસીપીને 8 અને કોંગ્રેસને 13 બેઠકો મળી.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર પાડવાની જે ઘટના બની હતી તેનાથી પ્રજા નારાજ હતી. ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીમાં બળવો થવા છતા શિવસૈનિકોનું મનોબળ તુટવા દીધું ન હતું. ઉપરાંત પુત્ર આદિત્ય અને પત્ની રશ્મી ઠાકરે પણ સતત ઉદ્ધવની સાથે રહ્યા.

મહારાષ્ટ્રમાં સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાઇ અને ખેડુતાના મુદ્દા હાવી રહ્યા ,જેને કારણે ભાજપને ફટકો પડ્યો. જે ભાજપે 2019માં 23 બેઠકો મેળવી હતી તેણે 14 બેઠકો ગુમાવવી પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp