ભગવાન જગન્નાથ તો મોદીજીના ભક્ત છે-થોડું તો માપમાં રાખો પાત્રાજી

PC: Youtube.com

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ફરી વિવાદમાં ફસાયા છે. ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા અને કનુભાઇ દેસાઇના નિવેદનો બાદ, હવે ઓડિશામાં પાત્રાએ વિવાદિત નિવેદન આપ્યું છે. પાત્રાએ જણાવ્યું કે "ભગવાન જગન્નાથ તો મોદીજીના ભક્ત છે," જે બાબતે ભારે વિવાદ થયો છે. સંબિત પાત્રા અગાઉ કન્હૈયા કુમાર સાથેની ટીવી ડિબેટમાં વડાપ્રધાન મોદીને દેશના પિતા કહી ચૂક્યા છે.

જગન્નાથપુરીમાં નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો પછી, પાત્રાએ એક સ્થાનિક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે "ભગવાન જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને મનુષ્યના ભક્ત ગણાવવું એ ભગવાનનો અપમાન છે."
નવિન પટનાયકે કહ્યું કે "જગન્નાથ ઉડિયા ઓળખના સૌથી મોટા અને મહાન પ્રતીક છે." પાત્રાના નિવેદનની સખત નિંદા કરતા તેમણે ભાજપને અપીલ કરી કે "ભગવાનને રાજકીય નિવેદનોથી ઉપર રાખો."

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પાત્રાના નિવેદનની નિંદા કરી છે. "તેવું લાગે છે કે તેઓ પોતાને ભગવાનથી ઉપર માનતા છે. આ અહંકારની પરાકાષ્ટા છે. ભગવાનને મોદીના ભક્ત કહેવું એ અપમાન છે," કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ સંબિત પાત્રાના ઉડિયા ભાષામાં બોલેલા એક વીડિયોને શેર કર્યો, જેમાં પાત્રા ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવી રહ્યા છે. કોંગ્રેસની સુપ્રિયા શ્રીનેતેએ પણ આ વીડિયોને શેર કરીને લખ્યું, "પ્રભુ જગન્નાથ મોદીના ભક્ત છે. ભાજપના લોકો શું કરી રહ્યા છે? આપણા પ્રિય ભગવાનનું આવું અપમાન? આ ઘમંડનો અંત આવશે."

જોકે, પાત્રાએ આ અંગે માફી માગી છે. તેમણે કહ્યું છે કે જીભ લપસી જવાને કારણે આવું બોલાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp