અરવિંદ કેજરીવાલને ઝટકો નીચલી કોર્ટે જામીન આપ્યા, હાઇકોર્ટે સ્ટે આપ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. નીચલી કોર્ટે જામીન આપ્યો તો દિલ્હી હાઇકોર્ટે એ જામીન પર સ્ટે આપી દીધો છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને લીકર કેસમાં અરવિંદ કેજરીવાલના કાયમી જામીન મંજૂરી કરી દીધા હતા, પરંતુ EDએ હાઇકોર્ટમાં અરજી કરતા કોર્ટે સ્ટે આપ્યો છે એટલે કેજરીવાલને જેલમાંથી બહાર આવતા હજુ થોડો સમય લાગી શકે છે.

જસ્ટીસ સુધીર કુમારની વેકેશન બેંચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, જ્યા સુધી જામીનને પડકારતી EDની અરજી પર સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશને અસરકારક ગણવામાં આવશે નહીં.

અરવિંદ કેજરીવાલ છેલ્લાં 81 દિવસથી જેલમાં છે, વચ્ચે કોર્ટે થોડા દિવસ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp