'ત્યાં સુધી કુંવારો રહીશ..', ફડણવીસને શરદ પવારે યાદ અપાવ્યો જૂનો વાયદો

PC: news.rediff.com

2024ની લોકસભાની ચૂંટણી માટે પહેલા ચરણ માટે ઉમેદવારોના નામાંકનની તારીખ પૂરી થઈ ચૂકી છે. તેની સાથે જ નેતાઓએ પોતાના પ્રચાર અભિયાનમાં ધાર આપવાની શરૂ કરી દીધી છે. નિવેદન સામે આવવા લાગ્યા છે. મહારાષ્ટ્ર પણ તેનાથી દૂર નથી. NCP શરદ ચંદ્રના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા નેતાઓના જૂના નિવેદનનો ઉલ્લેખ કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. વર્ષ 2014માં સરકાર બનવા અગાઉ ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર બનતા જ અલગ વિદર્ભની માગનો મુદ્દો ઉઠાવશે. સરકાર 2-2 વખત બની ગઈ, પરંતુ આ મુદ્દો આજે પણ જેમનો તેમ છે.

નીતિન ગડકરીથી એક પગલું આગળ વધતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, જ્યાં સુધી વિદર્ભને અલગ રાજ્યનો દરજ્જો મળી જતો નથી, ત્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે. શરદ પવારે બંને જ નેતાઓને તેમના નિવેદનોની યાદ અપાવી છે. તેમણે ગૃહ મંત્રી અનિલ દેશમુખના ઉશ્કેરવા પર આ વાત કહી. સીનિયર નેતા શરદ પવાર, કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ એક અલગ વિદર્ભ રાજ્ય બનાવવાના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના વાયદા પર મીડિયાના એક સવાલનો જવાબ આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન નાગપુરથી સાંસદે અલગ વિદર્ભ રાજ્યની માગ કરનારા સમર્થકો અને કાર્યકર્તાઓને વાયદો કર્યો હતો કે, તેઓ સાંસદમાં આ માગ ઉઠાવશે. તો દેવેન્દ્ર ફડણવીસ પણ આ આંદોલનમાં સક્રિય હતા. તેમણે વર્ષ 2014 અગાઉ તેના માટે કેટલાક આંદોલનોમાં ભાગ પણ લીધો હતો. નીતિન ગડકરીએ 14 ડિસેમ્બર 2013ના રોજ લોકસભાની ચૂંટણી માટે અધિસૂચના જાહેર થવા અગાઉ કહ્યું હતું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તામાં આવી તો તેઓ અલગ વિદર્ભ રાજ્યનું નિર્માણ કરશે.

તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વમાં જનતાંત્રિક ગઠબંધન (NDA)ની જ સરકારે પોતાના શાસન દરમિયાન ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા નવા રાજ્યોની રચના કરી. નોંધનીય છે કે, નીતિન ગડકરી પોતે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના મુખ્ય શહેર નાગપુરથી આવે છે. જે સમયે તેઓ એ વાયદો કરી રહ્યા હતા, ત્યારે અલગ વિદર્ભ રાજ્યની માગ કરનારા આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવનારા અને તત્કાલીન મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp