નવાબ મલિકને કોર્ટનો ઝટકો, વાનખેડે ફેમિલી પર નિવેદનબાજી કરવા પર લાગ્યો પ્રતિબંધ

PC: google.com

સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ છે. બોમ્બે હાઇ કોર્ટે તેમની અરજી પર નવાબ મલિક અને તેના પરિવારને નિર્દેશ આપવામાં આવ્યો છે કે હવે વાનખેડે પરિવાર વિરુદ્ધ કશું પણ પબ્લિશ કરી નહીં શકે. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સીધી રીતે કે પછી ઇશારાઓમાં પણ પરિવાર વિરુદ્ધ નિવેદનબાજી નહીં કરી શકે. સમીર વાનખેડેના પિતાએ બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે નવાબ મલિક દ્વારા તેમના પર અને તેમના પરિવાર વિરુદ્ધ ખોટી નિવેદનબાજી ન કરવામાં આવે.

તેમણે તેના પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી હતી. હવે એ જ કેસમાં કોર્ટ તરફથી નવાબ મલિકને ઝટકો લાગ્યો છે. હવે સમીર વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની નિવેદનબાજી નહીં કરી શકે. સુનાવણી દરમિયાન નવાબ મલિકના વકીલ વચ્ચે તીખી બહેસ જોવા મળી હતી. આ વાત પર પણ બહેસ કરવામાં આવી હતી કે, નવાબ મલિક સતત સમીર વાનખેડેની બહેનને ડૉન કહીને સંબોધિત કરી રહ્યા હતા. તેના પર નવાબ મલિકના વકીલે કહ્યું હતું કે, ફ્લેચર પટેલ નામના શખ્સે એમ કહ્યું હતું અને તેમના ક્લાઇન્ટે માત્ર તેને શેર કર્યું પરંતુ કોર્ટે આ દલીલ નકારતા સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી સુનાવણી ચાલુ છે ત્યાં સુધી આવી નિવેદનબાજી અને આરોપો નહીં લગાવવામાં આવે.

જસ્ટિસ કથાવાલાએ સીધું જ નવાબ માલિકના વકીલને પૂછ્યું પણ કે તેમના ક્લાઈન્ટ એવી નિવેદનબાજી કરવાનું બંધ કરશે? તેના પર જવાબ આપવામાં આવ્યો કે, 9 ડિસેમ્બર સુધી હવે વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ કોઈ પોસ્ટ નહીં શેર કરી શકે. હવે કોર્ટ તરફથી ન માત્ર નવાબ મલિકને ઝટકો આપવામાં આવ્યો છે પરંતુ સખત અંદાજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવી નિવેદનબાજી તેમને શોભા આપતી નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ જાધવે કહ્યું કે, નવાબ મલિક VIP છે એટલે આટલી સરળતાથી બધા ડૉક્યુમેન્ટ મળી જાય છે.

આ વાતને આગળ વધારતા જસ્ટિસ કથાવાલાએ પણ કહ્યું કે, એક મંત્રી છે અને શું તેમને આ બધુ શોભા આપે છે? સુનાવણી દરમિયાન એક સમય એવો પણ આવી ગયો જ્યારે જસ્ટિસ કથાવાલાએ કહેવું પડ્યું કે નવાબ મલિકને માત્ર સોશિયલ મીડિયા ટ્રાયલ જોઈએ. આ વાત એટલે કહેવામાં આવી કેમ કે નવાબ મલિક સતત સોશિયલ મીડિયા દ્વારા વાનખેડે પરિવાર પર આરોપ લગાવી રહ્યા હતા. તેના પર કોર્ટે સવાલ પૂછ્યો કે શું મલિક દ્વારા ક્યારેય કાસ્ટ સ્ક્રૂટીની કમિટીની ફરિયાદ કરવામાં આવી?

જસ્ટિસ કથાવાલાએ કહ્યું કે, નવાબ મલિકે એવું એક વખત પણ કર્યું નથી. તેની આગળ તેમણે કહ્યું કે નવાબ મલિક વાનખેડે વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ઈચ્છે છે. હાલ પૂરતું નવાબ મલિકે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કહેવામાં આવ્યું છે કે તેઓ આ નિર્ણયના એ પહેલું પર ક્રોસ અપીલ કરવા જઇ રહ્યા છે જ્યાં તેમની વિરુદ્ધ આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp