MLAનો દાવો- શિવસેના ધારાસભ્યોએ મંત્રી બનવા CMને કર્યા હતા બ્લેકમેલ

PC: mid-day.com

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તારમાં મોડું થવા વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના એક ધારાસભ્ય ભરતશેઠ ગોગાવલેએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મંત્રી બનવા માટે કેટલાક ધારાસભ્યો દ્વારા ઘણા પ્રકારના હાથકંડા અપનાવવામાં આવ્યા હતા. રાયગઢમાં એક રાજનૈતિક કાર્યક્રમ દરમિયાન ગોગાવલેએ દાવો કર્યો કે, કેટલાક ધારાસભ્યોએ કેબિનેટમાં જગ્યા મેળવવા માટે મુખ્યમંત્રી શિંદેને બ્લેકમેલ કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, હું મંત્રી પદની રેસમાં સામેલ હતો, પરંતુ જ્યારે મુખ્યમંત્રી સામે મુશ્કેલી આવવા લાગી તો હું પાછળ હટી ગયો કેમ કે હું નહોતો ઈચ્છતો કે અમારા મુખ્યમંત્રી કોઈ મુશ્કેલીમાં ફસાય.

તેમણે કહ્યું કે, એક ધારાસભ્યયએ આવીને કહ્યું કે, જો તેઓ મંત્રી ન બન્યા તો નારાયણ રાણે મારી રાજનીતિ જ સમાપ્ત કરી દેશે. તો વધુ એક ધારસભ્યએ ધમકી આપી કે જ્યારે શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત થશે તો તેઓ એ જ સમયે રાજીનામું આપી દેશે. ત્યારબાદ એક ભાષણમાં ગોગાવલેએ એક ઐતિહાસિક કહાનીનો ઉલ્લેખ કર્યો કે કેવી રીતે સંકટ દરમિયાન તેમના માવલા (સૈનિક) તાનાજી માલુસુરે છત્રપતિ શિવાજી મહારાજનો બચાવ કર્યો હતો. તેમણે દેખાડ્યું કે કેવી રીતે કોંડાના કિલ્લો તાનાજીએ જીત્યો હતો.

ગોગાવલેએ દાવો કર્યો કે, જે પ્રકારે માલુસુરે પોતાના રાજા માટે કિલ્લા પર કબજો કરવા માટે લડવાનો નિર્ણય લીધો, બરાબર એ જ રીતે તેમણે મંત્રી બનવા માટે ખુરશીની કુરબાની આપી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે એક અઠવાડિયા બાદ જ તેમના દીકરાના લગ્ન હતા. તેમણે આગળ ખુલાસો કર્યો કે, શપથ ગ્રહણના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી શિંદે અને તેમના દરેક ધારાસભ્યને પરિસ્થિતિ સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે સંભાજી નગરના એક ધારાસભ્યને ફોન કર્યો અને કહ્યું કે, તેઓ આટલી જલદીમાં કેમ છે.

તેમના જિલ્લાના બે નામ પહેલા જ પસંદ થઈ ચૂક્યા છે, પરંતુ તેમના રાયગઢ જિલ્લાથી 3માંથી એક પણ નામ લિસ્ટમાં નથી. તેઓ રાહ જોવા તૈયાર થઈ ગયા અને આશ્વસ્ત થઈ ગયા. જો કે, ગોગાવલેએ કહ્યું કે, બીજા ધારાસભ્યની પત્નીનો જીવ બચાવવાનો છે એટલે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ નારાયણ રાણેના ગઢમાં પોતાની સીટ યથાવત રાખવા માટે બીજા ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારથી મને રાહ જોવા કહેવામાં આવ્યું છે અને હું અત્યારે પણ પોતાના વારાની રાહ જોઈ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp