'બંટેગે તો કટેગે' પર વહેંચાઈ ગઈ મહાયુતિ, હવે DyCM ફડણવીસે DyCM પવાર વિશે કહ્યું
CM યોગી આદિત્યનાથના 'બંટેગે તો કટેગે'ના નારા પર મહારાષ્ટ્રમાં મહાયુતિ એકબીજાથી અલગ થતી જોવા મળી રહી છે. રાજ્યના DyCM અને NCP નેતા અજિત પવારે આ સૂત્રનો વિરોધ કર્યો હતો. જેના પર હવે BJPના વરિષ્ઠ નેતા અને રાજ્યના બીજા DyCM દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા આવી છે. DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, DyCM અજિત પવારને જનતાનો મૂડ અને રાષ્ટ્રવાદી મૂડ સમજવામાં થોડો સમય લાગશે.
દેવેન્દ્ર ફડણવીસે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'જ્યાં સુધી DyCM અજિત દાદાનો સવાલ છે, DyCM અજિત દાદા દાયકાઓથી એવા વિચારો વચ્ચે રહ્યા છે કે, જેના વિચારોમાં સેક્યુલરિઝમ નામનો આવો વિચાર છે, જેને હું હિંદુ વિરોધી માનું છું. પોતાને બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરનારાઓમાં હકીકતમાં બિનસાંપ્રદાયિકતા હોતી નથી. જેમના માટે બિનસાંપ્રદાયિકતાનો મતલબ એ હોય છે કે, હિંદુત્વનો વિરોધ કરવો, તેઓ આવા લોકો સાથે રહ્યા છે. આથી તેમને જનતાનો મિજાજ અને રાષ્ટ્રવાદી મિજાજ સમજવામાં થોડો સમય લાગશે. 'બંટેગે તો કટેગે'નો અર્થ સમાજને એકસાથે રાખવાનો છે અને મને લાગે છે કે આમાં કંઈ ખોટી વાત નથી.'
હકીકતમાં, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં એક રેલીમાં 'બંટેગે તો કટેગે' અને 'એક રહેંગે તો નેક રહેંગે'ના સૂત્ર આપ્યા હતા. જેના પર DyCM અજિત પવારે વાંધો ઉઠાવ્યો હતો. DyCM અજિત પવારે તેમનું નામ લીધા વિના CM યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'અન્ય રાજ્યોના CMએ નક્કી કરવું જોઈએ કે, તેમને શું કહેવું છે. મહારાષ્ટ્રમાં બહારના લોકો આવીને આવી વાતો બોલી જાય છે. અમે મહાયુતિમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારી પાર્ટીઓની વિચારધારા અલગ છે. શક્ય છે કે, આવું બીજી જગ્યાએ ચાલતું હોય, પરંતુ મહારાષ્ટ્રમાં તે કામ કરતું નથી.'
DyCM અજિત પવારે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિ છત્રપતિ શિવાજી મહારાજ, રાજર્ષિ શાહુ મહારાજ અને મહાત્મા ફુલે જેવા વ્યક્તિત્વોથી બનેલી છે. જેઓ એકતા અને સામાજિક સમરસતા માટે ઉભા હતા. તમે મહારાષ્ટ્રની તુલના અન્ય રાજ્યો સાથે કરી શકતા નથી. મહારાષ્ટ્રના લોકોને આ પસંદ નથી.
महा युती में दरार?
— Milind Khandekar (@milindkhandekar) November 15, 2024
जनता का मिज़ाज और Nationalist मिज़ाज समझने में उनको (अजित पवार) थोड़ा टाइम लगेगा- उप मुख्यमंत्री देवेंद्र फडणवीस अपने सहयोगी अजित पवार के बारे में.
पवार ‘बंटेंगे तो कंटेंगे’ जैसे बयान का विरोध कर रहे हैं. pic.twitter.com/3qnL7Fi8Qe
DyCM અજિત પવાર પછી BJP નેતા પંકજા મુંડેએ પણ CM યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા નારા સાથે અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રને 'બંટેગે તો કટેગે' જેવા નારાઓની જરૂર નથી. તે તેને એટલા માટે સમર્થન નથી આપી શકતી, કારણ કે તે પોતે પણ તે જ પાર્ટીની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp