થરૂરે કેમ કહ્યું મહુઆ મોઇત્રાની સંસદમાંથી હકાલપટ્ટી INDIA ગઠબંધન માટે શુભ સંકેત

PC: jagrantv.com

TMC પાર્ટીના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાને શુક્રવારે લોકસભાના સભ્યપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. મહુઆ મોઇત્રાના સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ મહુઆના સમર્થનમાં આગળ આવ્યા છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ આમાં સામેલ છે. થરૂરે ટ્વીટ કર્યું કે સદનસીબે આ હકાલપટ્ટીની કાર્યવાહી મહુઆ મોઇત્રાને મજબૂત કરશે. તેઓ હવે આગલી વખતે મોટી બહુમતી સાથે ચૂંટાઈને પાછા ફરશે.

શશિ થરૂરે સોશિયલ મીડિયામાં લખ્યું કે મહુઆ મોઇત્રા સામે જે કાર્યવાહી કરવામાં આવી તે INDIA ગઠબંધન માટે શુભ સંકેત છે. થરૂરે પોતાના X પ્લેટફોર્મ પર આગળ લખ્યું કે તમે જોયું કે કેવી રીતે વિપક્ષી પાર્ટીઓ સાંસદ મહુઆના સમર્થનમાં ઉભા છે.

મમતા બેનર્જીની પાર્ટી TMCની સાંસદ મહુઆ મોઇત્રા પર આખરે એક્શનની ગાજ વરસી છે. ઇથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપોને સાચા બતાવ્યા હતા. મહુઆ પર આરોપ હતો કે તે લોકસભામાં પૈસા લઇને સવાલો કરતા હતા. ભાજપે ગુરુવારે તેના તમામ સાંસદોને લોકસભામાં ફરજિયાત હાજર રહેવાનો 3 લાઇનો વ્હીપ જારી કર્યો હતો. તે મહુઆ મોઇત્રાની સામે વોટીંગ માટે હતો.શુકવારે સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો.

TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ તેને વોટિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં એથિક્સ કમિટીએ મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સંસદ સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી.

રિપોર્ટ પર ચર્ચા દરમિયાન TMC કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોએ મહુઆ મોઇત્રાને બોલવાની તક આપવાની માંગ કરી હતી. જો કે, બીજેપી સાંસદે આ માંગનો વિરોધ કર્યો અને સ્પીકર આ માંગ સાથે સહમત થયા નહોતા.

મહુઆ પર સંસદમાં પૈસા લઇને પ્રશ્નો પૂછવાનો આરોપ હતો. મહુઆ પર સંસદ લોગીન આઈડી અને પાસવર્ડ તેના મિત્ર હિરાનંદાની સાથે શેર કરવાનો પણ આરોપ હતો. એથિક્સ કમિટીને આ આરોપો સાચા લાગ્યા હતા.

લોકસભામાં ઇથિક્સ કમિટીનો રિપોર્ટ રજૂ થયો ત્યારે વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામાને જોતા લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ આ અંગે ચર્ચા માટે સમય આપ્યો હતો. બપોરે 2 વાગ્યે એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન કોંગ્રેસ સાંસદે પૂછ્યું કે મહુઆ મોઇત્રા પર કાર્યવાહી કરવાની ઉતાવળ શું છે?

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, મહુઆને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક મળવી જોઈએ. કમિટી કેવી રીતે નક્કી કરી શકે કે સાંસદને શું સજા આપવી જોઈએ? આ અંગે ગૃહ નક્કી કરશે. આ ન્યાયના અધિકારની વિરુદ્ધ છે.મનીષ તિવારીના વાંધાઓ પર ઓમ બિરલાએ કહ્યું, આ ગૃહ છે, કોર્ટ નથી. કે હું ન્યાયાધીશ નથી, હું લોકસભાનો સ્પીકર છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp